For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ નજીકથી 9 વર્ષ પહેલા રદ થયેલી 1.90 કરોડની ચલણી નોટો ઝડપાઇ

05:57 PM May 02, 2025 IST | Bhumika
અમદાવાદ નજીકથી 9 વર્ષ પહેલા રદ થયેલી 1 90 કરોડની ચલણી નોટો ઝડપાઇ

Advertisement

સાણંદ-બાવળા રોડ પરથી 9 વર્ષ બાદ જૂની ચલણી નોટો પકડાઈ છે. ડિમોનિટાઈઝ થયેલી ચલણી નોટો સાથે બે વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. સાણંદ જઈ રહેલી મારૂૂતી બ્રેજા ફોર વ્હીલર ગાડીમાં 2 ઈસમો મોટી માત્રામાં ડીમોનીટાઈઝ થયેલી ચલણી નોટો લઈને બાવળા તરફથી સાણંદ ટાઉન તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન રૂા.1.90 કરોડની રદ થયેલી ચલણી નોટો સાથે મહેસાણાના આંબલીયાસણ ગામના ભરત ગફૂર રબારી તથા નાના ચીલોડાગામના અમરત મફતભાઇ રબારી ઝડપાઇ ગયા હતા.

સાણંદ-બાવળા રોડ પર બાવળા બાયપાસ જાહેર રોડ ઉપર ફોર વ્હીલર ગાડી નંબર GJ-02-EA- 7340માં એક કપડાના વિમલના ચેઈન વાળા થેલામાંથી તથા બે કપડાની થેલીઓમાં ભારત સરકાર દ્વારા ડીમોનીટાઈઝ કરવામાં આવેલી રૂૂપિયા 500ના અને 1000ના દરની જુની ચલણી નોટો મળી હતી.. જેમાં 500ના દરની 29,756 નોટ, જેની કુલ કિંમત રૂૂપિયા 1,48,78,000 તથા રૂૂપિયા 1000ના દરની 4,154 નોટ, જેની કૂલ કિંમત રૂૂપિયા 41,54,000 મળીને કુલ 1,90,32,000ની જૂની ચલણી નોટો તથા મારૂૂતી કંપનીની બ્રેજા ફોરવ્હીલ ગાડી જેની કિંમત આશરે રૂૂપિયા 6,00,000 છે. પોલીસે હાલમાં બંને વ્યક્તિઓ વિરૂૂદ્ધ બી.એન.એસ.એસની કલમ 106 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement