ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાણવડમાં વાડી પાસે રમતા બાળકો પર પથ્થરના ઘા મારતા શખ્સ સામે ગુન્હો

11:54 AM May 28, 2025 IST | Bhumika
Advertisement

ભાણવડના લક્ષ્મીનગર સોસાયટી વિસ્તારમાં આવેલા પટેલ સમાજની સામે સોમવારે સાંજના સમયે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ વચ્ચે સમાજ વાડીની સામે રહેતા ધીરુ તુલસીદાસ પરમારે અહીં ક્રિકેટ રમતા બાળકોને બિભત્સ ગાળો કાઢી, પથ્થરોના છૂટા ફેંક્યા હતા. જેના કારણે અહીં રમી રહેલા જેનીલ ભુપતભાઈ ઘેટીયા નામના બાળકને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

Advertisement

આટલું જ નહીં, આરોપી ધીરુભાઈ પરમારે લાકડી સાથે દોડી આવી અને અહીં પડેલી એક સ્કુટી પર લાકડીના ઘા મારી, તોડફોડ કર્યાની તેમજ સમાજ વાડીના ડેલામાં પણ લાકડીઓ માટીને નુકસાન કરતો હોવાનું સીસી ટીવી કેમેરામાં કેદ થયું છે.

આ સમગ્ર ઘટના સંદર્ભે આઝાદનગર વિસ્તારમાં રહેતા પટેલ ભુપતભાઈ છગનભાઈ ઘેટીયા (ઉ.વ. 54) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે આરોપી ધીરુ તુલસીદાસ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેપારી પર હુમલો
દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ખાતે રહેતા રાજેશભાઈ ઉર્ફે રાજ વિનોદભાઈ ભાયાણી નામના 27 વર્ષના લોહાણા વેપારી યુવાન સોમવારે રાત્રિના સમયે તેમની દુકાન બંધ કરીને પોતાના વાહન મારફતે ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતો અસલમ ઉર્ફે દેડકી આદમ નામના શખ્સએ ફરિયાદી રાજેશભાઈ ભાયાણીને માર્ગમાં અટકાવીને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

કોઈ દેખીતા કારણ વગર આરોપી અસલમ ઉર્ફે દેડકીએ રાજ ભાયાણી સાથે ઝપાઝપી કરી, બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે પોલીસે આરોપી અસલમ ઉર્ફે દેડકી આદમ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ એ.આઈ. ડુમણીયા દ્વારા હાથ કરવામાં આવી છે.

દારૂ સાથે શખ્સ ઝડપાયો
દ્વારકાના મોટા ભાવડા ગામે રહેતા ભરતભા ડાડાભા માણેક નામના નામના 24 વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે રૂૂપિયા 12,000 ની કિંમતની વિદેશી દારૂૂની 16 બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

Tags :
BHANVADBhanvad newscrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement