જાહેરમાં ગાળાગાળી કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સહિત બે સામે ગુનો નોંધાયો
રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે જાહેરમાં ગાળાગાળી કરતી ડ્રગ્સ પેડલર સુધા સુનીલભાઈ ધામેલીયાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ગાંધીગ્રામ -2 પોલીસે સુધા સહિત બે સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે જાહેરમાં મહિલા સહિત બે સ્કૂટર પાર્ક કરી ગાળો બોલી લોકોને ભય ઉભો થાય તેવું કૃત્ય કરતા હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે ગાંધીગ્રામ 2 પોલીસે તપાસ કરતા ગાળાગાળી કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સુધા ધામેલીયા અને તેની સાથેનો શખ્સ પ્રકાશ ડાયાભાઈ જાદવ હોવાનું ખુલતા પોલીસે તેની સામે જી.પી. એક્ટ કલમ 110, 117 હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે આરોપી સુધા ધામેલીયા રાજકોટની નામચીન મહિલા ડ્રગ પેડલર છે. અગાઉ તે એક વખત પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચુકી છે તદુપરાંત રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તેમજ ગઉઙજ ના કેસમાં પણ પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. થોડા સમય અગાઉ સુધા એ રાજકોટના એક યુવાનને ડ્રગ વેચવા દબાણ કર્યું હતું અને વેચાણ નહિ કર તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી યુવાને આત્મહત્યા કરી લેતા યુનિવર્સીટી પોલીસે યુવાનને મરવા મજબુર કરવા ગુનામાં પણ સુધા ધામેલીયા સામે આપઘાતની ફરજ અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.આ સાથે સુધા ધામેલીયા વિરૂૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમા ગઉઙજ નો કેસ નોંધાયો હતો.
તારી સાસુને સમજાવી દેજે અમને ગાળો આપે છે કહી ડ્રગ્સ પેડલરની પુત્રવધૂને બે શખ્સોની ધમકી
રૈયાધારે રહેતા નામચીન મહિલા પેડલર સુધાના પુત્રવધુ નમ્રતાબેન હિતેષભાઈ ધામેલિયા(ઉ.વ.25)એ પોલીસમાં અજયસિંહ દોલુભા ચુડાસમા ,મનિયો પાઉ અને હરિયો ડોડીયા સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. નમ્રતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા-24/08/2025 ના રાત્રીના અગિયારેક વાગ્યાના આસપાસ હું તથા મારી દેરાણી નીશીતાબેન એમ બંને નાણાવટી ચોક પાસે આવેલ હોકર્સ ઝોનમાં જમવાનુ લેવા માટે ગયેલ અને ત્યા હોકર્સ ઝોનમાં ત્યા અજયસિંહ દોલુભા ચુડાસમા, મનિયો પાંઉ તથા હરીયો ડોડિયાએ અમોને જોયેલા અને આ ત્રણેય અમારી પાસે આવીને બોલાચાલી કરવા લાગ્યા હતા અને કહેલ કે તારી સાસુ સુધાબેન તથા તારો પતિ હિતેશ અમને ગાળો આપે છે,તેને સમજાવી દે જે અમારી સાથે સીધી રીતે રહે. આમ કહેતા અમોએ કહેલ કે તમેં અમારી સાથે ઝઘડો ન કરો તો આમ કહેતા આ ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને અમો બંને દેરાણી જેઠાણીને ગાળો દેવા લાગેલા અને અને કહેલ કે હવેથી સીધી રીતે નહિ રહો તો તમને જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપવા લાગતા ત્યા બધાં લોકો ભેગા થઈ ગયા હતા.જેથી આ ત્રણેય જણા ત્યાથી નિકળી ગયા હતા.આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.