વાંકાનેરમાં ત્રણ ભાઇઓને ઝેરી દવા પીવા મજબૂર કરનાર શખ્સો સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના મહિકા ગામે ખનીજની જમીન ખાલી કરાવવા મામલે માથાકૂટ કરી ધમકીઓ આપતા ત્રણ પિતરાઈ ભાઈ ઝેરી દવા પી લીધી હતી જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે અન્ય બેને સારવાર આપવામાં આવી રહી છે જે બનાવ અંગે પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયા (ઉ.વ.53) વાળાએ આરોપીઓ ગોબરભાઈ ભરવાડ રહે સમઢીયાળા, વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈનો દીકરો ભરતભાઈ રહે બંને કોઠી તા. વાંકાનેર, હનીફભાઈ રહે મહિકા અને હેમેશભાઈ પટેલ એમ પાંચ આરોપીઓ વિરુધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 19 ના રોજ ફરિયાદી ઘરેથી વાડીએ જતા હતા ત્યારે વાડીએ પહોંચવાના હતા ત્યારે દીકરા કલ્પેશનો મોબાઈલમાં ફોન આવ્યો કે ગોબરભાઈ આપના ખેતરમાંથી વચ્ચેથી લોડર કાઢેલ જેથી તેને ના પાડતા ઝઘડો કરવા લાગ્યા અને ફરિયાદી ખેતરે પહોંચતા ગોબરભાઈ બંને દીકરા કલ્પેશ અને વિશાલ તેમજ ભાઈના દીકરા યશ સાથે ઝપાઝપી કરતા હતા અને ત્રણેયને ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી.
ગોબરભાઈએ ફરિયાદીના દીકરાઓને કહ્યું હમણાં ધોકા લઈને આવું છું તમને મારી નાખવા છે તેવી ધમકી આપી પોતાની ગાડી અને લોડર લઈને જતા રહ્યા બાદમાં ફરિયાદી ખેતરની બાજુમાં ગાયુના વાડે જતા રહ્યા બંને દીકરા અને ભાઈનો દીકરો યશ ખેતરમાં ધોરીયા નાખતા હતા અને ખેતરમાં દેકારો થતા ત્યાં ગયા ત્યારે છોકરાઓ ભાગતા હતા અને રાડો પાડતા હતા ભાગો ઓલા ધોકા લઈને આવે છે સામેથી વિઠ્ઠલ ચાવડા, તેનો દીકરો ભરત, ગોબર ભરવાડ ધોકા લઈને આવતા હતા અન બાદમાં દીકરા કલ્પેશે કહ્યું કે ત્રણેય અમને મારવા આવતા હતા જેથી વાડામાં રીંગણામાં છાંટવાની દવા પડી હતી અમે ત્રણેય પી લીધી છે કલ્પેશે દવાની બોટલ બતાવતા ત્રણેય પાછા જતા રહ્યા બાદમાં બંને પુત્ર અને ભાઈના દીકરાને 108 મારફત વાંકાનેર સારવાર આપી રાજકોટ રીફર કર્યા હતા જ્યાં ભાઈના દીકરા યશને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
ફરિયાદી પંદરેક દિવસ પૂર્વે વાડીએ હોય ત્યારે વાડીની નજીક નદીમાં હેમેશભાઈ પટેલને લીજ મળેલ હોય તે તથા સર્કલ ઓફિસર રાજવીર ઝાલા બંને વાડીએ આવ્યા અને હનીફભાઈ વાડી બહાર ઉભા હતા સર્કલ ઓફિસરે સમજ આપી હતી કે વાડી લીજમાં આવે છે તમારા કાગળો લઈને આવજો અને ગામના સરપંચ હનીફભાઈએ ધમકી આપી કે જમીન ખાલી કરી નાખજે નહીતર તારા ઉપર લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરશું અવારનવાર ધમકી આપતા હતા આમ વાડીએ લીજ ધારક હેમેશ પટેલ અને ગામના સરપંચ આવી જમીન ખાલી કરવા ધમકી આપતા હતા તેમજ અન્ય આઈઈ ખેતરે આવી મારામારી કરી ધમકી આઈ જેથી દીકરાઓને બીક લાગતા ત્રણેય દીકરાઓ ભાગી વાડીની બાજુમાં આવેલ વાડામાં જતા રહ્યા અને મારી નાખશે તેવી બીક લાગતા દવા પી લેતા યશનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
