બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના તત્કાલીન PI, બે, PSI અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો
10 વર્ષ પૂર્વે બૂટલેગરને માર મારવા અંગે કોર્ટમાં કરેલી અરજી અંગે કરેલો હુકમ
શહેરના બી-ડીવીઝન પોલીસ મથકના તત્કાલીન પીઆઈ, બે પીએસઆઈ અને એક કોન્સ્ટેબલ સામે 10 વર્ષ પૂર્વે બુટલેગરને માર મારવા અંગે કોર્ટમાં થયેલી ફરિયાદ બાદ આ અંગે ન્યાયધીશ આર.આર.મિસ્ત્રીએ બી-ડીવીઝન પોલીસ મથકના તત્કાલીન પીઆઈ તથા બે પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે 323 અને 114 મુજબ ગુનો નોંધવા હુકમ કરતાં પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટનાં સામાકાંઠા વિસ્તારમાં રહેતાં પ્રતિક દિલીપ ચંદારાણાને વર્ષ 2015માં બી-ડીવીઝન પોલીસે ધરપકડ કર્યા બાદ તેને બેફામ માર માર્યો હતો. આ મામલે પ્રતિક ચંદારાણાએ રાજકોટ કોર્ટમાં તત્કાલીન પીઆઈ પંડયા તથા પીએસઆઈ ચૌહાણ, પીએસઆઈ મારૂ અને કોન્સ્ટેબલ મહેશ મઢ સામે અરજી કરી હતી. જે અંગે કોર્ટે તપાસના આદેશ આપ્યા હતાં. 10 વર્ષ પૂર્વેના આ કેસમાં રાજકોટ કોર્ટના ન્યાયધીશ આર.આર.મિસ્ત્રીએ પીઆઈ પંડયા તથા પીએસઆઈ ચૌહાણ, પીએસઆઈ મારૂ અને કોન્સ્ટેબલ મહેશ મઢ સામે 323 અને 114 મુજબ ગુનો નોંધવા આદેશ કર્યો છે.
દારૂ સહિતના ગુનામાં સંડોવાયેલા પ્રતિક ચંદારાણાને વર્ષ 2015માં બી ડીવીઝન પોલીસે દારૂ સાથે ઝડપી લીધા બાદ તેને બેફામ માર માર્યો હતો. આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વર્ષ 2015ના કેસની અરજીની સુનાવણી ન્યાયધીશ આર.આર.મિસ્ત્રીની કોર્ટમાં થઈ હતી. જે મામલે ફરિયાદીએ કરેલી ફરિયાદને આધારે અને વકીલે કરેલી દલીલને ધ્યાને લઈ ન્યાયાધીશ આર.આર.મિસ્ત્રીએ પીઆઈ અને બે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા હુકમ કર્યો હતો. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ બી ડીવીઝન પોલીસ મથકના તત્કાલીન પોલીસમેન પ્રતાપસિંહ મૌયા અને કિશન આહીર સામે ગુનો નોંધવા કોર્ટે હુકમ કર્યા બાદ આજે તત્કાલીન પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા આદેશ કરતાં પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.