વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયો
જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી પરમિટ કરતાં વધારે ક્રૂ મેમ્બર લઈને માછીમારી કરવા જઈ રહ્યો હોવાથી પોલીસની ટીમ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની સામે બેડી મરીન પોલીસ મથકમાં પરમિટ ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.જામનગર ના બેડી વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો આમીન અસગર કેર નામનો માછીમાર યુવાન પકરમ મહેબૂબશાથ નામની માછીમારી બોટ ધરાવે છે, જેમાં બોટનું રજીસ્ટ્રેશન કરાવીને કુલ ત્રણ ક્રૂ મેમ્બર ની પરમીટ મેળવી હતી, અને તેને ત્રણ ક્રૂ મેમ્બર સાથે દરિયામાં માછીમારી કરવાની છૂટ હોય છે.પરંતુ ગઈકાલે પોતાની માછીમારી બોટમાં બે વધુ મેમ્બરને સાથે રાખીને દરિયામાં ઊતર્યો હોવાથી ચેકિંગ દરમિયાન બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.એસ.પોપટ અને તેમની ટિમ ને ધ્યાનમાં આવ્યું હતું.જેથી તેઓએ જાતે ફરિયાદી બની બોટના ટંડેલ આમીન અસગર કેર સામે પરમીટ ભંગ અંગેની ગુજરાત ફિશરિઝ એક્ટ ની કલમ 21 (1) ચ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં બોટ ના ટંડેલની અટકાયત કરી લેવામાં આવી છે.