For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલ જેલમાં તમાકુ-સિગારેટ અને ફાકી ભરેલું ઝબલું ઘા કરનાર શખ્સ સામે નોંધાતો ગુનો

12:12 PM Aug 01, 2025 IST | Bhumika
ગોંડલ જેલમાં તમાકુ સિગારેટ અને ફાકી ભરેલું ઝબલું ઘા કરનાર શખ્સ સામે નોંધાતો ગુનો

અવારનવાર ચર્ચાના ચકડોળે રહેતી ગોંડલ જેલ વધુ એક વાર ટોક ઓધ ધ ટાઉન બની છે. ગોંડલ સબ જેલ બહારથી કોઇ અજાણ્યા શખસે ઝભલાનો ઘા કર્યો હતો.

Advertisement

ગોંડલ સબ જેલના ઇન્ચાર્જ જેલર રાજેન્દ્રસિંહ સોલંકીએ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.30/7/2025 ના રોજ એસઆરપીએફ ગ્રુપ-13 ના કોન્સ્ટેબલ એભાભાઈ સાખડની ફરજ કોટ પાળી ગાર્ડ તરીકે હતી. દરમિયાન બપોરે આશરે પોણા ચાર વાગ્યે ગોંડલ સબ જેલ ખાતે મુખ્ય દીવાલની બહારના ભાગેથી અજાણ્યા શખસ દ્વારા મુખ્ય દીવાલ કુદાવી એક કાળા પ્લાસ્ટીકનુ ઝબલુ તથા અલગથી ઠંડા પીણાની બે બોટલ બહારથી ફેંકવામા આવેલ હતી.

જે વોચ ટાવર નં.4 ની અને યાર્ડ નં.2 ની દીવાલની વચ્ચે પડ્યું હતું. જેથી જેલ કર્મચારીઓ દ્વારા જનરલ સુબેદાર જોઇન્સભાઈ એ.કલાસવાનાને જાણ કરવામાં આવી હતી. બાદમાં ઝબલું ખોલીને તપાસ કરતા તેમાંથી સુગંધીત તમાકુવાળા મસાલા નંગ-25, સીગરેટના પાકીટ નંગ-ર તથા રજનીગંધા પાન મસાલાની પડીકી નંગ 5 અને પથ્થરના ટુકડા આશરે 100 ગ્રામ જેટલા મળી આવ્યા હતા. તેમજ અલગથી પ્લાસ્ટીકની 500 મીલીની ઠંડા પીણાની બે બોટલ કબ્જે કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement