એન્જિનિયરિંગના છાત્રના અપહરણમાં અંતે ભૂરા આણી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધાયો
અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતા છાત્રોને બહાર કાઢી ભૂરો ટોળકી સાથે દારૂની મહેફિલ માણે છે!
પોલીસ સ્ટાફની પણ મિલીભગત, ફરિયાદ કરી યુવાન ગઇકાલે બહાર આવતા જ ગેટ પર ભૂરા આણી ટોળકીએ ધમકી આપી કે બહાર આવીને તને જોઇ લઇશ: તમામ આરોપીઓ પોલીસમાં હાજર
રાજકોટ શહેરમાં અગાઉ યુનિવર્સિટી રોડ પર એક વેપારીની હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્ેલો કુખ્યાત ભરત સોંસા ઉર્ફે ભુરો અને તેમની ટોળકી દ્વારા છેલ્લા અઠવાડીયાથી એક છાત્રને પરેશાન કરવામાં આવી રહ્યો છે અને તેમની ફરિયાદ ન લેવાતા તેમના ભાઇ સહિત દસેક લોકોએ પોલીસ કમિશનરમાં લેખીત રજુઆત પણ કરી હતી.
મૂળ જામજોધપુરના અને હાલ રાજકોટની જીવરાજ પાર્ક નજીક લક્ષ્મણ ટાઉનશિપમાં ભાડાના ફલેટમાં રહી વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ગૌતમ શૈલેષભાઈ મકવાણા (ઉ.વ.રર)નું અપહરણ કરી તેને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.ફરિયાદમાં ગૌતમે જણાવ્યું છે કે ગઈ તા.4ના રોજ બપોરે રાણી ટાવર પાસે વાળ કપાવવા ગયા બાદ ત્યાં બેઠો હતો ત્યારે રાણી ટાવરમાં જ ઓફિસ ધરાવતાં ભરત સોસા ઉર્ફે ભુરો, મયુર સોલંકી, અવિનાશ રાઠોડ અને નરેશ તેની પાસે આવ્યા હતા. જેમાંથી મયુરે તેને તમાચો ઝીંકી, ધક્કો મારી નીચે પાડી દીધો હતો. એટલું જ નહીં તેનું ટીશર્ટ પણ ફાડી નાખ્યું હતું.
ત્યાર પછી પોતાના રુમે જતો રહ્યો હતો. તેના રૂૂમે આવી ત્રણેય આરોપીઓએ કહ્યું કે અમારા ભુરાભાઈ કહે એટલે દરવાજા તોડીને પણ તને ઉઠાવી લઈએ એટલે તારે પ્રેમથી કારમાં બેસી જવાનું છે કે નહીં. તેણે ના પાડતાં ત્રણેય આરોપીઓએ કહ્યું કે પ્રેમથી નીચે આવ નહીંતર અહીં ભવાડા થશે. કારમાં પરાણે બેસાડી, તમાચા ઝીંકયા બાદ ભુરાની ઓફિસે લઈ ગયા હતા. જયાં ભુરાએ કહ્યું કે હવે તારો ભાઈ અમારી સાથે કામ કરવાની હા પાડશે તો જ તને અહીંથી જવા દેવામાં આવશે. જેથી કાંઈ બોલ્યા વગર ઓફિસમાં ચૂપચાપ બેસી રહ્યો હતો.સવારના 6 વાગ્યા સુધી તેને ઓફિસે બેસાડી વોચ ગોઠવી દીધી હતી. આ ઘટનામાં તાલુકા પોલીસે એક અઠવાડિયા બાદ ફરિયાદ નોધી હતી.
આ ઘટનામાં ફરિયાદી ગૌતમે આપક્ષે ર્ક્યો હતો કે, પોતે જ્યારે ફરિયાદ નોંધી પોલીસ મથકની બહાર આવ્યો ત્યારે ભરત સોસા ઉર્ફે ભુરો અને તેમની ટોળકી બે કારમાં આવ્યા હતા અને ગેટની બહાર જ ધમકી આપતા ક્હ્યું હતુ કે, પોલીસ અમારું કાંઇ બગાડી નહીં શકે અમે બહાર આવીને તને જોઇ લઇશું. આ ઘટનામાં હાલ સુત્રોમાંથી માહિતી મળી રહી છે કે, આ ફરિયાદના તમામ આરોપીઓ પોલીસમાં ગઇકાલે હાજર થતા જ પોલીસ સ્ટાફ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતુ અને તેમને મહેમાનની જેમ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ ઘટનામાં ફરિયાદી ગૌતમે આક્ષેપો ર્ક્યા હતા કે, ભુરા આણી ટોળકી દ્વારા કાલાવડ રોડ પર આવેલી એમ.જે.હોસ્ટેલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને મોડી રાત્રે રૂમમાંથી બહાર કાઢી અને ભુરાની ટોળકી અને ભુરો દારૂની મહેફીલ માણે છે અને ઘણા ખરા વિદ્યાર્થીઓને બેફામ માર પણ માર્યો છે.પરંતુ કોર્ટ કચેરીના ચક્કરમાં ભોગ બનનાર વ્યક્તિઓ પોલીસ મથકમાં પગથિયું ચડતા ડરી રહ્યા છે.
પોલીસમાં હાજર થયેલા ‘ભૂરા’નું પોલીસ સરઘસ નહીં કાઢે!
ગૃહમંત્રીએ તાજેતરમાં જ કહ્યું હતુ કે, આરોપીઓ સામે કડક વલણ દાખવી તેમનો વરઘોડો કાઢી બીજી વખત આરોપીને ગુનો કરતા પોલીસનો ડર લાગે તેવી પરિસ્થિતિ ઉભી કરવા જણાવ્યું હતું. તેમજ જરૂર પડ્યે દંડાનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું. જ્યારે પોલીસ દ્વારા જાણે અમુક આરોપીઓ સાથે મીલી ભગત હોય તેમ નામચીન બુટલેગર પ્રતિક ચંદારાણાનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું ન હતું. અને ગઇકાલે એન્જિયરીંગ છાત્રનું અપહરણ થયું તે ગુનામાં ગઇકાલે હાજર થયેલા ભુરા સહિત સાતેય શખ્સોનું વરઘોડો કાઢવામાં નહીં આવે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
સીપી કચેરીમાં ભૂરાના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનની પોલીસ ફરિયાદ લેતી જ નથી!
પોલીસ કમિશનર કચેરીમાં ભરત સોસા ઉર્ફે ભુરાના ત્રાસથી ભાવેશ ડાયાભાઇ બગડા નામના યુવાને આપઘાતનો પ્રયાસ ર્ક્યો હતો. આ ઘટનામાં યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, આ ઘટનામાં પ્ર.નગર પોલીસ મોથકના પીઆઇ જણકાટની રાહબરીમાં યુવાનનું નિવેદન નોંધાયું હતું. પરંતુ ફોજદાર પઢારીયા રજા પર હોય જેથી તેઓ રજા પરથી પોલીસ મથકમાં હાજર થાય ત્યાર બાદ તમારી ફરિયાદ લેવામાં આવશે. તેવું પોલીસ મથકમાંથી કહેવાયું હોવાનો ભાવેશ બગડાએ આક્ષેપ ર્ક્યો હતો.
ભૂરા વિરુદ્ધ ર્ઓગેનાઇઝ ક્રાઇમ હેઠળ કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીને રજૂઆત કરાશે: ગૌતમ
ફરિયાદ ગૌતમ મકવાણાએ આક્ષેપો સાથે જણાવ્યું હતુ કે, અગાઉ યુનિવર્સિટી રોડ પર વેપારીની હત્યામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ભુરા દ્વારા અગાઉ તેમની ટોળકીમાં સામેલ યુવાનો હાલ તેમની ટોળકીમાંથી નીકળી જતા તેઓને ધાક ધમકી આપી ફરી ગેંગમાં જોડાવવા માટે અવાર નવાર ધમકીઓ આપી રહ્યો છે. ત્યારે આ યુવાનોને હવે ગુનાખોરીનો રસ્તો મુકી અભ્યાસ અને પરિવારની જવાબદારી સ્વીકારવી હોય આમ છતાં ભૂરો અને તેમની ટોળકી દ્વારા અવાર નવાર ત્રાસ ગુર્જારવામાં આવે છે. તેમની ટોળકીમાં અંદાજિત 20થી વધુ યુવાનો કામ રહ્યા છે. ત્યારે ગૌતમે અને તેમની સાથે આવેલા ભોગ બનનાર યુવાનોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, ભુરા અને તેમની ટોળકી વિરુદ્ધ ર્ઓગેનાઇઝ ક્રાઇમ હેઠળ કાર્યવાહી કરવા માટે ભોગ બનનાર યુવાનો દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી રૂબરૂ રજુઆત કરવાના છીએ.