ચદર ગેંગને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમે રસોઇયા-ફેરિયાનો વેશ ધારણ કર્યો
કચ્છની કંપનીમાં નોકરી કરતા રાકેશે નાના ગોવિંદ અને તેના મિત્રો સાથે મળી રાજકોટમાં ચોરી કરી નેપાળ ભાગી ગયા
રાકેશ અને ગોવિંદ કચ્છથી અને બાકીના સભ્યો બિહારથી આવી 72 લાખની ચોરીને અંજામ આપ્યો
ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઈટનના શો રૂૂમમાંથી 102 બ્રાન્ડેડ ઘડિયાળ અને રૂૂા. 4 લાખ રોકડા મળી રૂૂા.73 લાખના મુદ્દામાલની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. ચોરીમાં બિહારના મોતીહારી જીલ્લાના ઘોડાસનની ચદર ગેંગ તરીકે ઓળખાતિ ગેંગની સંડોવણી ખુલતા ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગેંગને પકડવા બિહાર અને નેપાળ પહોચી હતી અને નેપાળ બોર્ડર નજીકના એક ગામ માંથી ગેંગના પાંચ પૈકી એક સાગ્રીતને 6.ર9 લાખની ર1 ચોરાઉ ઘડીયાળ સાથે ઝડપી લઇ ગેન્ગનાં અન્ય 3 સભ્યોને પકડવા તપાસ શરૂ કરી છે. પકડાયેલ રાકેશ પંડીત કે જે કચ્છની એક કંપનીમા નોકરી કરતો હતો તેણે બીહારથી ચોરીમા પારંગત તેના નાના ગોવિંદ અને તેના સાગ્રીતોને રાજકોટ બોલાવ્યા હતા કચ્છ આવેલા ગોવિંદ અને રાકેશે રાજકોટ આવી અન્ય સભ્યો સાથે મળી આ ચોરીને અંજામ આપ્યો હતો.
ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઈટનના શો-રૂૂમમાં ગત તા.17ના રોજ વહેલી સવારે પાંચ શખસોએ આવી 68.83 લાખની 102 કિંમતી ઘડિયાળો તેમજ ચાર લાખની રોકડની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. શટર ઉંચકીને માત્ર 20 મિનિટની અંદર જ ચોરીને અંજામ આપી પાંચે શખસો નાસી છુટ્યા હતા.
આ મામલે યાજ્ઞિક રોડ પર ન્યુ જાગનાથ પ્લોટમાં રહેતા શોરૂૂમના માલિક રવિભાઈ ભુપેન્દ્રભાઈ છોટાઈની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમને મળેલી ચોકકસ માહીતીનાં આધારે ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ એ. એન. પરમાર અને પીએસઆઇ એમ. કે. મોવલીયાની ટીમે બીહાર અને ત્યાથી નેપાળમા આ ટોળકીને પકડવા માટે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ.
નેપાળ બોર્ડરને અડીને આવેલા બીહારનાં મોતીહારી જીલ્લાનાં દરોગા ટોલામાથી આ ટોળકીનાં સાગ્રીત રાકેશકુમાર ઓકિલ પંડિત લક્ષ્મણ પંડિત (ઉ.વ. ર3) ની ધરપકડ કરી તેની પાસેથી રાજકોટ શો રૂમમાથી ચોરાયેલ 6.ર9 લાખની ર1 ઘડીયાળ કબજે કરી હતી. આ ચોરીમા રાકેશ સાથે તેના કૌટુબીક નાના મોતીહારીનાં ધોાસહનનો ગોવીંદ મીશ્ર્ચીલાલ ચૌધરી, બરીયાપુરનો શ્રીરામ રામેશ્ર્વર સહ, રકસોલનો જીતેન્દ્ર શંકર સહ અને બીંદેશ્ર્વરી જગદીશ સહનુ નામ ખુલ્યુ હતુ.
આ ટોળકીને પકડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમે રસોઇયા તેમજ ફેરીયાનો વેશ પલ્ટો કરી બીહારનાં મોતીહારી જીલ્લાનાં ધોરાસહન અને આસપાસનાં ગામોમા વોચ ગોઠવી રાકેશને ઝડપી લીધો હતો. પકડાયેલ રાકેશ અને તનો ભાઇ રૂપેશ બંને કચ્છની એક કંપનીમા નોકરી કરતા હોય રાકેશનો નાનો ગોવિંદ કચ્છ આવ્યો હતો જયાથી બંને રાજકોટ આવ્યા અને બે દિવસ સુધી રેકી કર્યા બાદ ટાઇટનનાં શોરૂમમા ચોરી કરવા માટે પારંગત ગોવિંદનાં અન્ય 3 મિત્રો શ્રીરામ, જીતેન્દ્ર અને બીદેશ્ર્વરીને રાજકોટ બોલાવી ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી બી.બી.બીસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એચ.જાદવની ટીમે કામગીરી કરી હતી.