સુરતમાં 89 લાખની છેતરપિંડી કરનાર શખ્સને રાજકોટમાંથી ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ
સુરતમા ફાઇનાન્સનો ધંધો શરૂ કરી ઉંચુ વળતર આપવાની લાલચે 89 લાખની છેતરપીંડી કરનાર શખ્સે રાજકોટમા આજ મોડેસ ઓપરેન્ડીથી ઓફીસ શરૂ કરી હોય જે સુરતના ગુનામા ફરાર હોય ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે મુળ સુરતના અને હાલ રાજકોટ આર. કે. વર્લ્ડ પાસે ઓફીસ ધરાવતા શખ્સની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.
શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક પાસે આર. કે. ટાવર નજીક ફાઇનાન્સની ઓફીસ શરૂ કરનાર મહંમદ સમીર મહંમદ સરફરાજ લોકોને શીશામા ઉતારતો હોય અને છેતરપીંડી કરી રૂપીયા પડાવવાનો પ્લાન બનાવતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ. કે. મોવલીયા અને તેમની ટીમે સુરતના રાજહંસ બેલીઝા એપાર્ટમેન્ટમા રહેતા મુળ હરીયાણા ગુડગાંવ સેકટર 67 ના વતની મહંમદ સમીરને ઝડપી લીધો હતો તપાસ દરમ્યાન જાણવા મળ્યુ કે સમીરે કેપીટલ ફાઇનાન્સ નામની રાજકોટમા પેઢી શરૂ કરી હતી.
સુરતમા તેણે આવી પેઢી ખોલીને ઉચા રોકાણના નામે અનેક લોકો સાથે રૂપીયા 89 લાખની છેતરપીંડી કરી હતી જે મામલે વેસુ પોલીસ મથકમા ગુનો નોંધાયો હતો. રાજકોટમા પણ રોકાણકારોને લાલચ આપી રૂપીયા ઉઘરાવી હરીયાણા ભાગી જવાની તૈયારીમા હતો તે પુર્વે જ તેને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. પીઆઇ એમ. આર. ગોંડલીયા તથા પીએસઆઇ એમ. એલ. ડામોરની સુચનાથી પીએસઆઇ એમ. કે. મોવલીયા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
--