ગુનાખોરી અને ટ્રાફિક સમસ્યા વધી, સોશિયલ મીડિયા પર ફરિયાદો
પોલીસ ક્ધટ્રોલ રૂમના ખાસ ત્રણ અધિકારીઓને સોશિયલ મીડિયા મોનિટરિંગનું કામ સોંપાયું
ફરિયાદો અને રજૂઆતો સીધી પોલીસ મથકના પીઆઇને મળે માટે ખાસ વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું
શહેરમાં થતી ટ્રાફિકજામની સમસ્યા, ગુનાખોરીને લગતા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે હવે લોકો સોશિયલ મીડિયા થકી પોલીસ વિભાગને રજૂઆત રૂૂપે ફરિયાદ કરી રહ્યા છે. કેટલાક માસથી શહેરીજનોએ સોશિયલ મીડિયા પર પોલીસ વિભાગને ફરિયાદો કરતા ઝડપી નિકાલ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. જે તે વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ કે પછી પોલીસની કનડગત બાબતે હવે લોકો સોશિયલ મીડિયા પર રજૂઆત કે ફરિયાદ કરતા પોલીસ તાત્કાલિક પગલાં લઇ રહી છે. આ માટે શહેર પોલીસ કંટ્રોલરૂૂમમાં ખાસ ઇન્સપેક્ટર કક્ષાના ત્રણ અધિકારીને તેનું મોનિટરિંગ અને કોમ્યુનિકેશનનું કામ સોંપવામાં આવ્યું છે. છેલ્લા ચાર પાંચ માસમાં ડ, ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર મળતી ફરિયાદોમાં સૌથી વધુ ફરિયાદો ગુનાખોરી અને ટ્રાફિકની લગતી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની કામગીરીને કેટલાક અધિકારીઓ કામનું ભારણ પણ માની રહ્યા છે.
શહેરીજનોને નડતી સમસ્યાનું નિવારણ હવે એક ક્લીક પર લાવવા માટે પોલીસ વિભાગે પ્રયાસ હાથ ધર્યા છે. શહેર પોલીસના સોશિયલ મીડિયા પેજ પર અનેક રજૂઆત અને ફરિયાદો મળી રહી છે. જેના નિરાકરણ માટે એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ટેકનિકલ બાબતોના જાણકાર અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ સોશિયલ મીડિયા પર આવતી ફરિયાદ કે રજૂઆતને સીધી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સુધી પહોંચાડવા માટે વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. જેવી કોઇ રજૂઆત મળે તે મામલે પહેલા પોસ્ટની લિંક જે તે અધિકારીઓને મોકલવામાં આવે છે. જે બાદ તેમાં શું કાર્યવાહી કરી તેનો ફીડબેક આ રજૂઆતની કોમેન્ટમાં રજૂ કરવામાં આવે છે.
છેલ્લા ચાર પાંચ માસમાં પોલીસને આશરે કુલ 1500 જેટલી રજૂઆત રૂૂપી ફરિયાદો મળી છે. જેનું પોલીસે એનાલિસીસ કરતા 400 જેટલી ફરિયાદો ગુનાખોરીને લગતી, 300 જેટલી ટ્રાફિકને લગતી જ્યારે બાકીની અન્ય પ્રકારની રજૂઆતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ વિભાગની આ કામગીરીથી તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવી દેવામાં આવે છે. સૂત્રોનું માનીએ તો જ્યારે કોઇપણ પ્રકારનો મેસેજ કંટ્રોલરૂૂમમાં આવે તેની એક ટિકિટ જનરેટ થાય અને તેની નોંધ પાડવામાં આવે છે. જે બાદ તે મેસેજને જે તે પોલીસ સ્ટેશનને આપવામાં આવે છે. મેસેજ મળ્યા બાદ પોલીસ ઉચ્ચ અધિકારીઓને જાણ કરે છે અને મેસેજ બાબતે કાર્યવાહી કરવા રવાના થાય છે. જ્યારે સોશિયલ મીડિયા પર મળતી રજૂઆતરૂૂપી ફરિયાદોમાં તાત્કાલિક અધિકારીને જાણ કરાતા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચીને કાર્યવાહી કરતી હોવાથી ઝડપથી નિકાલ થાય છે.