ઓનલાઇન જુગારને રવાડે ચડાવતા બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ગુનો
બંન્નેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગેમિંગને પ્રમોશન કરતી લીંક મૂકી હતી
ઓનલાઇન જુગારને પ્રોત્સાહન આપવું ગુનો છે, ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં સાયબર ક્રાઇમની કાર્યવાહી
ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડીયા ઉપર પ્રોત્સાહન આપવા અંગે સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડીયા ઈન્ફલુએન્સર ધાર્મિક જગશીભાઈ વાઘાણી (ઉ.વ.20, રહે. માલીયાસણ મેઈન બજાર, રાજકોટ) વિરૂૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.સોશિયલ મીડીયા ઉપર ઓનલાઈન ગેમીંગનું પ્રમોશન કરતાં સોશિયલ મીડીયા ઈન્ફલુએન્સરને શોધી કાઢવાનું કામ સાયબર ક્રાઈમ પોલીસનું સોશિયલ મીડીયા મોનિટરિંગ સેલ કરે છે. જે દરમિયાન આ સેલે એક ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ઓનલાઈન ગેમીંગને પ્રોત્સાહન અપાતું હોવાનું શોધી કાઢયું હતું. તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ ગેમની લિન્ક પણ હતી.જેથી તે લિન્ક ઓપન કરતાં લોટરી સ્પોર્ટસ કેસીનો સ્લોટસ વગેરે ગેમ્બલીંગ માટેનું પેઈજ ઓપન થયું
હતું. પરિણામે તે ઈન્સ્ટાગ્રામ આઈડી ધારક ધાર્મિકને બોલાવી પુછપરછ કરતાં તેણે તે ગેમીંગના પ્રમોશન માટે રૂૂપિયા ચાર્જ કરતો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે તેના વિરૂૂધ્ધ જુગાર ધારાની કલમ 12-એ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. સાથો-સાથ તેનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.
જ્યારે બીજા ગુનામાં ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડિયા પર પ્રોત્સાહન આપવા અંગે સાયબર ક્રાઈમ પોલીસે સવારે ધાર્મિક વાઘાણી નામના એક બાદ રાત્રે બીજા સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર દીપ મનોજભાઈ ગોસ્વામી (ઉ.વ.23, રહે. તથ્ય બંગલો નં.15, રેલનગર, રાજકોટ)ને મોબાઈલ ફોન સહિત સંદિગ્ધ સાહિત્ય સાથે ઝડપી લઈને તેના વિરૂૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
તપાસનીશ પીઆઈ ઝણકાટે જણાવ્યું હતું કે ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડીયા ઉપર પ્રોત્સાહન આપવું ગુનો છે.
જેના આધારે આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં પહેલી વખત સાયબર ક્રાઈમ પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે.ઉલ્લેખનીય છે કે,આ રીતે ઓનલાઈન જુગારને લગતી ગેમનું અનેક સોશિયલ મીડીયા ઈન્ફલુએન્સર પ્રમોશન કરી તગડી કમાણી કરે છે. જોકે આજ સુધી પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી કરતી ન હતી.