પ્રેમલગ્ન કરનાર યુવકના અપહરણ બાદ માતાના આપઘાત પ્રકરણમાં યુવતીના પિતા સહિત 8 સામે ગુનો
કાલાવડ રોડ પર ઈસ્કોન મંદિર પાછળ આદિત્ય-79માં રહેતા અને પ્રેમલગ્ન કરનાર યુવકના નાનાભાઈનું અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ ગોંધી રાખી યુવતીના પિતા સહિત 8 શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા કંટાળી જઇ યુવકના માતા ઉષાબેન કિશોરભાઈ જાની (ઉ.વ. 52)એ બિલ્ડીંગની છઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાતનો બનાવ બન્યો હતો.આ મામલે આપઘાત કરનાર ઉષાબેનના નાના પુત્ર ગૌતમ જાની (ઉ.વ. 20)ની ફરિયાદ પરથી યુવતીના પિતા જલાભાઈ સભાડ, ગોપાલ સભાડ, વિજય સભાડ, મનીષ જલા સભાડ, મેહુલ સભાડ, કવા સભાડ, વિમલ સભાડ અને સાગર સભાડ સામે આપઘાતની ફરજનો ગુનો દાખલ કર્યો હતો.
ગૌતમે પોલીસને જણાવ્યું કે, તેના મોટાભાઈ મિલને આરોપી જલા સભાડની પુત્રી પાયલ સાથે પ્રેમ સંબંધ થઈ જતાં 2022માં કોર્ટ મેરેજ કર્યા હતા. ગઈ તા.11ના તે ઘરે હતો ત્યારે આરોપી મનીષે ફોન કરી તારો ભાઈ મિલન ક્યાં છે પૂછતા તેને ખબર ન હોવાથી ફોન મુક લઈ દી હતો. થોડા સમય પછી મનીષે ફોન કરીને કટારીયા ચોકડીએ બોલાવતા તે ગયો જ્યાં મનીષ સહિતના લઈ આરોપીઓએ પતારી સાથે વ્યવહારીક વાત નો કરવી છેથ તેમ કહી કારમાં તેના ઘરે લઇ ગયા હતા. જ્યાં તેની માતા મૃતક ઉષાબેન સાથે ઝઘડો કર્યો હતો.
એટલું જ નહીં જતા જતા ગાળો આપી મારકુટ કરી હતી અને જો અમારુ દિકરી નહીં મળી તો તને અને તારા ઘરના સભ્યોને ઘરની બહાર નીકળવા દેશું નહીં, માણસો દ્વારા પતાવી દેશું તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરી આરોપીઓ ગૌતમનું કારમાં અપહરણ કરી કટારીયા ચોકડીએ ત્યાંથી ગોંડલ ચોકડીએ લઈ ગયા હતા જ્યાં તેને તમાચા ઝીંકી પૂછપરછ કરી હતી. તા.12ના બાંટવા રહેતા તેના માસીના ઘરે લઈ ગયા હતા જ્યાં તેનો ભાઈ કે પાયલ નહીં મળતા પરત રાજકોટ આવ્યા હતા. આરોપી ગોપાલે તેના માતા, મામા અને કાકાને ફોન કરીને બોલાવ્યા બાદ તેના ભાઈ મીલન બાબતે વાતચીત કરી ધમકી આપી હતી. ત્યાંથી તે તેના સાથે પરત ઘરે જતો રહ્યો હતો.
થોડીવાર બાદ ફરી આરોપીઓએ તેને અને તેની માતાને ફલેટ નીચે બોલાવી ગાળો આપી મારકૂટ કર્યા બાદ તેને કારમાં અવધના ઢાળીયે બાદમાં ઇન્દીરા સર્કલે, મેહુલની હોટલે લઈ ગયા હતા જ્યાં આખી રાત રાખ્યા બાદ બીજા દિવસે તા. 13ના તેને તેના ઘરે લઈ ગયા હતા. તેના ઘર પાસે આરોપીઓ ગાળ દઈ બુમાબુમ કરતા હોય તેના ઘરની ગેલેરીમાંથી કોઈનો નીચે પડવાનો અવાજ આવ્યો હતો.આ મામલે હવે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે.