બિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રોયલ પાર્કમાં રહેતા બિલ્ડરના ઘરે ચોકીદારી કરતા દંપતીએ બિલ્ડરના પુત્ર અને પિતાને બંધક બનાવી રોકડ અને દાગીનાની લાખો રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં અદાલતે આરોપી દંપતીને 7-7 વર્ષની સજા અને રૂૂ.10-10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
રાજકોટમાં રોયલ પાર્ક શેરી નં. 4માં માતોશ્રી મકાનમાં રહેતા બિલ્ડર પ્રભાતભાઈ સિંધવ અમદાવાદ ગયા હતા. ત્યારે તેમનો પુત્ર જશ સિંધવ અને તેના પિતા ઘરે હતા. તે દરમિયાન તેમના મકાનમાં દોઢ માસથી રહેતા અને ચીકીદારી કરતા અનીલ નેપાળી અને તેની પત્ની લક્ષ્મીબેન નેપાળીએ તા.5/10/22 ના રોજ મોડી રાત્રે લુંટ કરવાના ઈરાદે ઘરમાં મેઈન દરવાજાનો લોક તોડી અપપ્રવેશ કરી જશ સિંધવ છરી બતાવી ઘરમાં રહેલ સોનું તથા રોકડ રકમ બાબતે પુછપરછ કરતા તેણે મને ખબર નહિ હોવાનું જણાવતા આરોપી દંપતીએ ઓશીકાના કવર અને ચુંદડી વડે તેના હાથપગ બાંધી ફરીયાદીના પિતાના રૂૂમમાં પ્રવેશ કરી કબાટ તથા બંને તીજોરીઓમાંથી રોકડ રકમ રૂૂા.10 લાખ, પાંચ સોનાના પેન્ડલ સેટ, 50 નંગ સોનાની વીંટી, સોનાની લકકી, સોનાનો સેટ, પાંચ સોનાના બ્રેસલેટ, 3 સોનાના સીકકા, 8થી 10 ચાંદીના સીકકા અને 10 અલગ અલગ બ્રાન્ડની ઘડીયાળોની લુંટ કરી નાસી છૂટ્યા હતા. આ અંગે જશ સિંધવે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અરવલ્લી પોલીસે આરોપી દંપતીને ઝડપી લેતા યુનીવર્સીટી પોલીસે બંને આરોપીનો કબ્જો મેળવી મુદામાલ જપ્ત કર્યો હતો.
જે કેસમાં આરોપીઓ વિરૂૂધ્ધ અદાલતમાં ચાર્જશીટ રજુ કરેલ હતું. ત્યારબાદ કેસ ચાલવા પર આવતા બંને પક્ષની રજૂઆત બાદ મૂળ ફરિયાદી અને સરકાર પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે આરોપી અનિલકુમાર ઉર્ફે રામરનસિંહ કસેરા અને તેની પત્ની લક્ષ્મી ઉર્ફે ધનશ્રી અનિલકુમાર ઉર્ફે રામરનસિંહ કસેરા તકસીરવાન ઠેરવી સાત સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂા.10-10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકારપક્ષે એ.પી.પી. પુજાબેન જોષી તથા મુળ ફરીયાદી વતી રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન જોષી, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, દિપ વ્યાસ, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર રોકાયા હતા.