ખંભાળિયા પંથકમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
દોઢ વર્ષ પહેલા હવસખોરે ઘરમાં ઘૂસી ધાકધમકી આપી શરીર સંબંધ બાંધ્યો’ તો
ખંભાળિયા પંથકમાં રહેતી એક પરિવારના ઘરમાં ગત તારીખ 5 જુલાઈ 2023 ના રોજ ગુનાહિત પ્રવેશ કરી અને સલાયાના માયલોવાસ વિસ્તારમાં રહેતા શાબીર અબુ ઇસ્માઈલ મુગલ નામના શખ્સે અહીં રહેલી આ પરિવારની સગીર વયની પુત્રી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્ય હતું.
આટલું જ નહીં, આરોપી દ્વારા સગીરાને આ બાબતે જો તેણી કોઈને કાંઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જે અંગે સલાયા મરીન પોલીસ મથકમાં દુષ્કર્મ તેમજ પોકસો એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં તપાસની અધિકારી વી.એન. સિંગરખીયા દ્વારા ભોગ બનનાર તેમજ આરોપીના મેડિકલ સેમ્પલ મેળવી અને એફએસએલમાં કરવામાં આવેલી તપાસ બાદ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગેનો કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ભોગ બનનારની જુબાની, ડોક્ટર રૂૂબરૂૂની હિસ્ટ્રી સાથેના દસ્તાવેજી પુરાવાઓ સાથે સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી શાબીર અબુ ઇસ્માઈલ મોગલને જુદી જુદી કલમ હેઠળ દસ વર્ષની સખત કેદ તથા રૂૂપિયા 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ ઉપરાંત ભોગ બનનારને તેના સામાજિક આર્થિક અને માનસિક પુનર્વસન માટે ભોગ બનનાર સગીરાને રૂૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યો હતો.