જેતપુરના સોની વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
વળતર પેટે રૂા.3.15 લાખ ચૂકવવા હુકમ
જેતપુરમાં સી.એન.જવેલર્સ ના નામે સોના-ચાંદીના વેપારી અમીત ચંપકભાઈ ધોળકીયા સામે જેતપુરના યોગેશભાઈ અનંતરાય ગાંધી પૂજા ફાયનાન્સ નામથી ફાયનાન્સ નો ધંધો કરે છે (આરોપી) અમીત ચંપકભાઈ ધોળકીયા ને પારીવારીક કામ સબબ અંગત જરૂૂરીયાત અથેં તા.03/08/2022 ના રોજ રૂૂમ.1,50,000/- લોન આપેલ ત્યારબાદ બીજી લોન તા.09/08/2022 ના રોજ રૂૂમ.1,50,000/- લોન આપેલ જે લોન ચુકવણી પેટે આરોપીએ ફરીયાદીને તા.30/12/2022 ના રોજ રૂૂમ.3,15,000/- નો ચેક આપેલ જે ચેક ફરીયાદીએ બેંકમાં રજુ કરતા આરોપીના ખાતામાં ચેક પાસ થયા વગર પુરતી બેલેન્સ નહી હોવાથી ચેક પરત ફરેલ તેથી પૂજા ફાયનાન્સના એડવોકેટ દ્વરા આરોપીને નોટીસ ઈસ્યુ કરેલી અને નોટીસ મળવા છતા આરોપીએ નાણાની ચુકવણી નહી કરતા આરોપી સામે કાયદેસર કાનુની કાર્યવાહી કરી જેતપુર કોર્ટ માં અમીતભાઈ સામે ફરીયાદ દાખલ કરેલી જે ફરીયાદનો કેસ જેતપુર કોર્ટમાં ચાલતા પૂજા ફાયનાન્સ ના એડવોકેટએ જુદા- જુદા દસ્તાવેજોના પુરાવા રજુ રાખી સોંગદ ઉપર પુરાવા રજુ રાખેલ અને ત્યારબાદ કેસ આખરી દલીલો માટે રાખવામાં આવેલ ત્યારબાદ યોગેશભાઈ તરફે તેના વકીલે લેખીત અને મૌખિક દલીલ કરેલ.
આરોપીએ કાયદેસરના નાણાની ચુકવણી માટે ચેક ઈસ્યુ કરેલ અને લેણુ પણ પુરવાર થયેલ છે તેમજ ચેક પરત ફરેલ છે તેથી આરોપીને નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ સજા કરવા માટે રજુઆત કરેલી. ફરીયાદી તથા આરોપીના વકીલોની દલીલો સાંભળીને જેતપુરના મહેરબાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ શ્રી ડી.એમ. પરમાર સાહેબ સોની વેપારી સી.એન.જવેલર્સ વાળા (આરોપી) અમીત ચંપકભાઈ ધોળકીયાને એક વર્ષ ની જેલની સજા અને રૂૂ. 3,15,000/-નું વળતર ચુકવવાનો હુકમ કરેલ છે. ઉપરોકત કેસમાં ફરીયાદી પૂજા ફાયનાન્સના યોગેશભાઈ ગાંધી તરફે જેતપુરના સિનયર એડવોકેટ પી.સી.અપારનાથી રોકાયેલા હતા મો.93759 62442
