ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર સાસુ-જેઠને 705 દિવસની સજા ફટકારતી કોર્ટ

04:36 PM Aug 01, 2025 IST | Bhumika
Advertisement

શહેરમા સાત વર્ષ પૂર્વે સગર્ભાને તરછોડી પતિ વિદેશ ફરાર થયા બાદ પરિણીતાએ દાખલ કરેલા ઘરેલુ હિંસાના કેસમાં ભરણપોષણ નહીં ચુકવવા બદલ કોર્ટે સાસુ અને જેઠને 705 દિવસની સજાનો હુકમ કરી પતિ સહિતના પાંચ આરોપી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા શહેનાજબેનના વર્ષ 2018માં એઝાજ વસા સાથે નિકાહ થયા હતા નિકાહ બાદ પતિ સહિતના સાસરીયા ત્રાસ આપતા હતા. જે અંગે શહેનાઝબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગર્ભવસ્થામાં છોડી પતિ વિદેશ ચાલ્યો ગયો હતો અને સાસરીયાએ પણ સગર્ભા શહેનાજબેનને પિયર મોકલી દીધી હતી. શહેનાઝબેને પતિ સહિતના સાસરીયા વિરુદ્ધ અદાલતમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો. જે કે ચાલી જતા કોર્ટે શહેનાઝબેનને રૂૂ.4000 અને બાળકને રૂૂ.5000 મળી કુલ રૂૂ.9,000 ભરણ પોષણ પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. પતિ સહિતના સાસરીયા દ્વારા ભરણપોષણની રકમ નહિ ચૂકવતા શાહેનાઝબેને ચડત ભરણપોષણની રકમ વસૂલવા ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

જે અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ શહેનાઝબેનના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે 70 વર્ષની વયના સાસુ કુસુમબેન વસા અને જેઠ રમઝાન વસાને 705 દિવસની જેલની સજા ફટકારતો હુકમ કર્યો હતો. જ્યારે પતિ એજાઝ વસા, સસરા કાસમ વસા, જેઠાણી હીનાબેન વસા, દિયર અકબર વસા અને દેરાણી હસીનાબેન વસા સામે સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. આ કેસમાં અરજદાર શહેનાઝબેન વતી યુવા એડવોકેટ વિવેક એન. સાતા રોકાયા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement