ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પત્નીને 27 માસનું ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 270 દિવસની સજા ફટકારતી અદાલત

04:49 PM Nov 06, 2025 IST | admin
Advertisement

રાજકોટમાં પારિવારિક અણબનાવો સબબ બે સગીર પુત્રીઓ સાથે પતિથી અલગ રહેતી પરિણીતાને કોર્ટે મંજૂર કર્યા મુજબનું 27 માસનું ભરણપોષણ નહીં ચુકવવા બદલ પતિને 270 દિવસની સજા ફટકારી પકડ વોરંટ કાઢી જેલ હવાલે કરી દીધો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ, રાજકોટના ગોપીબેન લલીતભાઈ નાગે પોતાના પતિ લલીતભાઈ જયકિશનભાઈ નાગ (રહે. રેલનગર, રાજકોટ) વિરુધ્ધ ક્રિ.પ્રો. કોડની કલમ 125 મુજબ તેમનું તથા તેમના સંતાનમાં બે પુત્રીઓ કશીશ, જીવીકાનુ ભરણપોષણ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. તેમાં કોર્ટએ અરજદારોની મુળ અરજી મંજુર કરી અરજદાર ગોપીબેનને માસીક રૂૂ.4 હજાર તથા બંને પુત્રીઓનું રૂૂ. 4 હજાર મળી માસિક કુલ રૂૂ.8 હજાર ભરણપોષણ ચુકવવા તેવો આખર હુકમ સામાવાળા વિરુધ્ધ કર્યો હતો.

જે હુકમનું સામાવાળા પતિ પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ અમીત ગડારા મારફત કુલ 27 માસની ચડત ભરણપોષણની રકમ તથા અરજી ખર્ચ સહીત કુલ રકમ રૂૂ.2,18,500/- મેળવવા રાજકોટની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. આ કામે કોર્ટે સામાવાળા વિરુધ્ધ નોટીસ ઇસ્યુ કરેલ, અવારનવાર નોટીસની બજવણી યોગ્ય રીતે થઈ ગયેલ હોવા છતા સામાવાળા કોર્ટ સમક્ષ મુદત હરોળમાં હાજર રહેતા ન હોય, કોર્ટે પકડ વોરંટ ઇશ્યુ કરતા સામાવાળા મુદતમાં હાજર થયા હતા, પરંતુ ભરણપોષણની રકમ ચૂકવતા ન હતા, તેમાં અરજદારના એડવોકેટ અમીત ગડારાએ ધારદાર દલીલો કરી, સદર કામે બાકી કુલ રકમ પેટે સામાવાળાને જેલ સજા કરવા કોર્ટને જણાવેલ હોય, આથી અદાલતે સામાવાળા પતિ લલીત જયકિશનભાઇ નાગને કોર્ટ કસ્ટડીમાં લીધેલ અને સદર કામે 27 માસની બાકી રકમ રૂૂ.2,18,500/- પેટે સામાવાળાને એક માસ દીઠ ચડત રકમ સામે 10 દિવસની સાદી કેદ ગણતા કુલ 270 દિવસની જેલ સજા કરવાનો હુકમ કરેલ હતો અને સજાની અલમવારી માટે કોર્ટે સજા વોરંટ ભરીને કોર્ટ પોલીસ મારફત જેલમાં મોકલી દીધેલ હતો. આ કેસમાં અરજદાર પરિણીતા વતી પી એન્ડ આર લો ચેમ્બરના એડવોકેટ અલ્પેશ વી.પોકીયા, અમિત ગડારા, ભાર્ગવ જે. પંડયા, કેતન જે. સાવલીયા, પરેશ મૃગ, ડેનીશ એ. વિરાણી, વંદના એચ.રાજયગુરૂૂ, નીતાબેન વેકરીયા વગેરે રોકાયા હતાં.

Tags :
gujaratgujarat newsrajkot news
Advertisement
Next Article
Advertisement