વઢવાણની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
2018ની સાલમાં સગીરાને લલચાવી ફોસલાવી આરોપી ભગાડી ગયો હતો
વઢવાણના ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી દુષ્કમ આચરનાર આરોપીને સ્પે.પોક્સો કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે.આરોપીએ વર્ષ 2018માં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.આ મામલે પોકસો એકટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અંદાજે 16 વર્ષની સગીરાને ગત તા.27 જુલાઈ 2018ના રોજ રાકેશ ઉર્ફે ભેલુડો કોડીયા લલચાવી ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો.જે અંગે સગીરાના પરિવારજને જોરાવરનગર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કામગીરી હાથ ધરી સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી લીધો હતો. જે અંગેનો કેસ તાજેતરમાં સ્પેશિલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી દસ્તાવેજી પુરાવાઓના આધારે પોક્સો કોર્ટના જજએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રાકેશ ઉર્ફે ભેલુડો કોડીયાને 10 વર્ષની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.