ધોરાજી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનારને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
ધોરાજી ગ્રામ્ય પંથકની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં અદાલતે બાટવા પંથકના શખ્સને 10 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ધોરાજી પંથકની 15 વર્ષની સગીરાને લક્ષ્મણ જીવન સોલંકી નામના શખ્સને પ્રેમ જાળમાં ફસાવી બાટવા અને ચોટીલા ખાતે અપહરણ કરી મંગળસૂત્ર પહેરાવી લગ્નનું નાટક કરી આદિત્યાણા મુકામે કારખાનામાં ઓરડીમાં બને પતિ પત્નીની જેમ રહેતા હોવાની સગીરાના પિતાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સગીરાને શોધી લક્ષ્મણ જીવન સોલંકીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં આરોપી હાજર ન રહેતા તેની સામે એક તરફી કેસ ચલાવવામાં આવ્યો હતો. ભોગ બનનાર અને ફરિયાદીની જુબાની લેવામાં આવેલી આ તમામ સંજોગો પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખની દલીલ અને ડોક્ટર તથા એફએસએલ અધિકારીએ પ્રોસિટ્યુશન તરફે જુબાની આપેલી હતી. ભોગ બનનારના યુરેથલ સ્વોબ પર માનવ વીર્યની હાજરી મળેલી હતી. આ વખતે ભોગ બનનાર આરોપીના કબજામાં હતી. આ તમામ સંજોગો અને દલીલોને ધ્યાને લઈ ધોરાજીના સ્પેશિયલ પોકસો જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા અને રૂૂ.5000 દંડ ફટકારતો હુકમ કર્યો છે.