For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચકચારી હત્યા કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી અદાલત

04:34 PM Oct 17, 2024 IST | Bhumika
ચકચારી હત્યા કેસમાં આરોપીની જામીન અરજી ફગાવતી અદાલત
Advertisement

શહેરના એરપોર્ટની દિવાલ પાસે આવેલા પુનિત નગરની ગોળાઈ પાસે 8 વર્ષ પૂર્વે. બાઈક અને સ્કૂટર અથડાવા જેવી બાબતે થયેલી બોલાચાલીમાં હત્યા અને મારામારીના ગુનામાં જેલ હવાલે રહેલા અજયસિંહ વાળાની રેગ્યુલર જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના પુનિત નગરમાં રહેતાં જયરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો કરી હત્યા કર્યાની અજયસિંહ પ્રધ્યુમનસિંહ વાળા અને ધનરાજસિંહ બલવીરસિંહ જાડેજા વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ઋતુરાજસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા બંનેની પ્રાથમિક પૂછપરછમાં એરપોર્ટની દિવાલ નજીક પુનિત નગર પાસેથી બે ટુ વ્હીલર અથડાવા જેવી બાબતે થયેલી માથાકૂટમાં ઉશ્કેરાયેલા અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા અને તેમના સાળો ધનરાજસિંહ બલવીર સિંહ જાડેજાએ છરી વડે જયરાજસિંહ જાડેજા ઉપર વડે હુમલો કરતા બચાવવા વચ્ચે પડેલા ઋતુરાજસિંહ જાડેજા અને સમર્થસિંહ ઝાલા ને છરી વડે હુમલો કરતા જેમાં ગંભીર રીતે ધવાયેલા જયરાજસિંહ જાડેજાનુ મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.ગાંધીગ્રામ પોલીસે અજયસિંહ પ્રધ્યુમનસિંહ વાળા અને ધનરાજસિંહ બલવીરસિંહ જાડેજા વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસ તપાસ પૂર્ણ થતા બન્ને આરોપીઓને જેલ હવાલે કરેલા હતા. બાદ તપાસની દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યો હતો.

હાલે રહેલા આરોપી પૈકી અજયસિંહ પ્રધ્યુમનસિંહ વાળાએ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરેલી સદરહું જામીન અરજી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલની દલીલ અને મૂળ ફરિયાદીના તરફે રજૂ કરાયેલા વાંધા તેમજ જતાં ઉચ્ચ ન્યાયાલયોના ચુકાદાઓ તેમજ કેસના સંજોગાને ધ્યાને લઈ એડી. સેશન્સ જજ એસ.વી.શર્મા આરોપી અજયસિંહ પ્રધ્યુમનસિંહ વાળાની રેગ્યુલર જામીનઅરજી નામંજૂર કરી છે.

Advertisement

આ કામમાં સરકાર તરફે સ્પે.પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રક્ષિતભાઈ કલોલા તથા મુળફરિયાદી ઋતુરાજસિંહ જાડેજા વતી ધારાશાસ્ત્રી રૂૂપરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરજા, શક્તિભાઈ ગઢવી, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ. જીતભાઈ શાહ, ફૈઝાનભાઈ સમા, દિપકભાઇ ભાટિયા અને અંકિતભાઈ ભટ્ટ રોકાયેલ હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement