સગીર પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર બાપની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં જેલહવાલે રહેલા પ બાપ હિરેન મકવાણાની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે ફગાવી દઈ રદ કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારની સગીરા પર સાવકા પિતા હિરેન ભીખુભાઈ મકવાણાએ દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હિરેન મકવાણાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરેલા હતા. આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો જણાય આવતા પોક્સો અદાલતમાં તપાસનીશ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું . ચાર્જશીટ બાદ આરોપીએ જેલમાંથી છૂટવા માટે પોક્સો અદાલતમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુન્હો છે.
અને આરોપી સગીરાનો સાવકો પિતા થતો હોય જો તેને જામીન આપવામાં આવશે તો આ કેસમાં ભોગબનનાર સગીરા અને અન્ય સાહેદોને હેમ્પર ટેમ્પર કરશે. તેથી જામીન આપવા જોઈએ નહીં અને આવા ગંભીર ગુનામાં આરોપીની જામીન અરજી રદ કરવા રજૂઆત કરેલ તે રજૂઆત ને ધ્યાને લઈ સેશન્સ જજ .ટી.એસ. બ્રહ્મભટ્ટ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે આ કામે સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.