વીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલત
લોધિકા તાલુકાના બાલસર ગામે વીજચેકિંગ દરમિયાન લોધિકા પી.એસ.આઇ. અને પીજીવીસીએલના અધિકારીઓએ ઉપસરપંચ વીરભાનુ રાજભાઈ મૈત્રાના પરિવારજનોને ગેરકાયદે ગોંધી રાખ્યાની કોર્ટ ફરિયાદમાં લોધિકા અદાલતે ઇન્કવાયરીનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગત મુજબ કઈ તા.31-7-25 ના રોજ લોધિકાના પૂર્વ સરપંચ વીરભાનું રાજભાઈ મૈત્રાના ઘર ઉપર પોલીસ અને પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ કરવા ગયા હતા. ત્યારે ઘરમાં કોઈ પુરુષ સભ્ય ન હોય ફક્ત મહિલાઓ એકલી ઘરમાં હતી ત્યારે ચેકિંગના બહાને ભય ફેલાવી ઘરના દરવાજા બંધ કરી ઘરના સભ્યોને ગેરકાયદે ગોંધી રાખી ઘર ઉપર સોલર રૂૂફટોપ હોવા છતાં વિજચોરીનો કેસ કરી વિડીયો રેકોર્ડિંગ કરી ગેરવર્તન કરતા ફરિયાદી પૂર્વ સરપંચ વીરભાનું મૈત્રા દ્વારા લોધિકા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદના અનુસંધાને અદાલતે ઘરના મહિલા સભ્યો અને ફરિયાદી પૂર્વ સરપંચની જુબાની લઈને ફરિયાદના સંદર્ભે સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ ઇન્કવાયરીનો હુકમ કર્યો હતો.
આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ સમીર છાયા રોકાયા હતા.