For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જી.એસ.ટી. કૌભાંડમાં જૂનાગઢના આરોપીને જામીન મુક્ત કરતી અદાલત

05:06 PM May 28, 2025 IST | Bhumika
જી એસ ટી  કૌભાંડમાં જૂનાગઢના આરોપીને જામીન મુક્ત કરતી અદાલત

કરોડોના જી.એસ.ટી. ચોરી કૌભાંડમાં સંડોવાયેલા જૂનાગઢના આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકીકત જી.એસ.ટી વિભાગના અધીકારી દ્વારા અલગ અલગ કુલ 7 પેઢીઓ સામે ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, મા આશીષ કોમ્પ્લેક્સ, દુકાન નં.7, દોશી હોસ્પીટલ રોડ, રાજકોટમાં બનાવટી ભાડા કરાર બનાવી પક્રિષ્ના ટ્રેડિંગથ નામની પેઢી ખોલી ખોટા ભાડા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી જી.એસ.ટી. ઓફીસના સરનામાવાળા બોગસ બીલો રજુ કરી પક્રિષ્ના ટ્રેડિંગથના નામથી જી.એસ.ટી. નંબર મેળવી બોગસ ઈમ્પુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માટે કુલ-7 પેઢીઓના સંચાલકો સાથે મળી કરોડો રૂૂપીયાના બનાવટી બીલીંગ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે ખોટી રીતે ઈન્યુટ ટેક્ષ ક્રેડીટ મેળવી સરકારને રૂૂ.79,20,398/-નું આર્થિક નુકશાન પહોચાડ્યું હતું.

Advertisement

જેમાં રાજકોટ ખાતે બોગસ પેઢી બનાવી ખોટા બીલ આપ્યા બાદ ખોટા નાણાકીય વ્યવહારના ભાગ રૂૂપે એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી આંગડીયા મારફત જેતે વેપારીને પરત મોકલી કમીશન બે થી પાંચ ટકા મેળવેલ હોય જે પેટે સુધીર નરશીભાઈ રૈયાણીનું નામ ખુલતા પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ હવાલે રહેલા આરોપી સુધીર રૈયાણી તેના એડવોકેટ મારફતે રાજકોટ સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપીને જામીન મુક્ત્ત કરતો હુકમ ફરમાવ્યો છે.

Advertisement

આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ સાહીસ્તાબેન એસ. ખોખર, રણજીતભાઈ એમ. પટગીર, દયા કે. છાયાણી, નીમેશ જાદવ, આસીસ્ટનટ તરીકે શ્રધ્ધા આર. ખખ્ખર તેમજ અમદાવાદના રાહીલ એન. શેખ રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement