દોઢ કરોડની છેતરપિંડી આચરવાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટ
ઈમ્પોર્ટ એક્સપોર્ટ લાયસન્સ સહિતના કામો માટે કસ્ટમ અધિકારી સાથે વગ હોવાનો દાવો કરી રૂૂપિયા દોઢ કરોડથી વધુ રકમ પડાવી લેવાના ગુનામાં મુખ્ય આરોપીના કોર્ટે જામીન મંજૂર કરવાનો કોર્ટ દ્વારા હુકમ કર્યો હતો. શહેરના જયદેવભાઈ નિમાવત ની ઓળખાણ મધુરભાઈ અગ્રાવત સાથે થઈ હતી અને તેમણે એક્સપોર્ટ ઈમ્પોર્ટ ના લાયસન્સ ની જરૂૂરિયાત અંગે વાત કરતા મધુર ભાઈએ પોતાની ઓળખાણ કસ્ટમ અધિકારી સાથે હોવાની વાત કર્યા બાદ કટકે કટકે કામ માટે 1,50,6000 રકમ લીધી હતી અને કામ ન કરતા આપેલી રકમ પરત મેળવવા ક્રાઈમ બ્રાન્ચની ઇઓડબલ્યુ શાખા માં તારીખ 5/3/25 ના રોજ ફરિયાદ નોંધાવી હતી અને જે ગુનાના કામે પોલીસે ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થતા મધુરભાઈ અગ્રાવતને જેલ હવાલે કર્યા હતા.
બાદ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા મધુરભાઈના વકીલ પાર્થરાજ સિંહ ઝાલા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે મધુરભાઈ વેપારી માણસ છે કોર્ટમાં વિવિધ ચુકાદાઓ રજૂ થયા હતા અને બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય રાખી મધુરભાઈ અગ્રાવત ની જામીન અરજી મંજૂર કરી છે. આ કામમાં મધુરભાઈ અગ્રાવત વતી રાજકોટના વકીલ હુસેનભાઈ હેરંજા, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, રવિભાઈ લાલ, જીતભાઈ શાહ, ફેજાન ભાઈ સમા, અંકિતભાઈ ભટ્ટ અને રહીમભાઈ હેરંજા રોકાયા હતા