પત્ની અને કાકાજીની હત્યાના ગુનામાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટ
શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં 14 વર્ષ પહેલા આડા સંબંધની શંકાએ પત્ની અને તેણીના કાકીની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા પતિને અદાલતે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરના ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં ભાડાની વિસ્તારમાં ભાડા ની ઓરડીમાં રહેતા મધુબેન ઉર્ફે મુની બેન અને તેના કાકી રંજનબેનને છરીના ઘા ઝીંકી નિપજાવ્યા ની મકાન માલિક રુપીબેન પરસોતમભાઈ ચાવલાએ મૃતક મધુબેનના પતિ પ્રવીણ રામશંકર શર્મા અને તેનો ભાઈ પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્મા વિરુદ્ધ ગત તા. 22/5/12ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નાસી છૂટેલા પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્માને યુપીના ગાઝિયાબાદથી 14 વર્ષે ઝડપી લઇ પ્રાથમિક પૂછપરછમા મધુબેન ઉર્ફે મુનીબેનના આડા સંબંધની શંકાએ પતિ પ્રવીણ રામશંકર અને તેના નાનોભાઈ દીપક ઉર્ફે દીપુ વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખી મોતને ઘાટ ઉતાર્યાનું જણાવ્યું હતુ.બાદ તપાસ પૂર્ણ થતા પ્રવીણ રામશંકર ને જેલ હવાલે કર્યા હતા.
હાલ જેલ હવાલે રહેલા પવન ઉર્ફે પ્રવીણ શર્માએ જામીન પર છુટવા અદાલતમાં અરજી કરી હતી જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં પવન ઉર્ફે પ્રવિણ શર્માના વકીલ અંશ ભારદ્વાજે કરેલી દલીલમા સહઆરોપી દીપક સામે નો કેસ ચાલી જતા નિર્દોષ ઠરાવવામાં આવેલ છે. બનાવ નજરે જોનાર કોઈ સાહેદ નથી. ફરીયાદીએ ફરીયાદપક્ષના કેસને સમર્થન કરેલ નથી આરોપી પાસેથી કોઈ હથીયાર રીકવર થયેલ નથી કે કોઈ સાયન્ટીફીક પુરાવાથી આરોપીની સંડોવણી સાબિત થતી નથી. કોઈ કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશનની જરૂૂર નથી. કેસનો ગુણદોષ ઉપર નિર્ણય થતા લાંબો સમય જાય તેમ છે. જેથી ઉપરોકત સંજોગોમાં આરોપી જામીન મુકત કરવામાં ન આવ્યેથી પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે.
બંને પક્ષોની દલીલો બાદ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલ દલીલ તથા રજુ કરવામાં આવેલ વડી અદાલતોના વિવિધ ચુકાદાઓને ઘ્યાને લઈને જજ વી.કે.ભટ્ટ કોર્ટે આરોપીને શરતોને આધિન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.આરોપી તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, કૃણાલ દવે, દિશા ફળદુ, મિહિર શુક્લ વિગેરે રોકાયેલ હતા.