ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલત

04:16 PM Jul 10, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટની નામાંકિત હોટલમાં પોલીસ અને મુંબઇની એનજીઓ ટીમે દરોડો પાડી બંનેને ઝડપી લીધા’તા

Advertisement

રાજકોટ પોલીસ અને મુંબઈની એનજીઓ પ્રોજેકટ કલકીની સંયુક્ત રેઈડ દરમ્યાન સદરની હોટલમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુન્હામાં પકડાયેલા બંને આરોપીઓને સ્પેશિયલ પોક્સો અદાલતે શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ ફરમાવ્યો છે.

કેસની પ્રાપ્ત હકિકતો મુજબ, રાજકોટ પોલીસ મુંબઈની એનજીઓ સંસ્થા પ્રોજેક્ટ કલ્કીના સૂત્રધારોએ સદરમાં આવેલી હોટલમાં રેડ કરીને સંતોષ કુશવાહાને સગીરાના કબજા સાથે ઝડપી લીધો હતો. દરમિયાન આ બાબતે ભોગ બનનારના પિતાએ પોતાની સગીર વયની દિકરીને તેની અણસમજનો લાભ લઈ આરોપીએ પ્રેમ સંબંધ બાંધી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જઈ હોટલમાં રાખી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંઘ્યા હોવાની તા. 22/ 06/ 2021ના રોજ સંતોષ હરીસીંગ કુશવાહા (રહે. રાજકોટ)વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોક્ત ફરીયાદનાં કામે તપાસ કરનાર અમલદારે તપાસ દરમ્યાન આરોપી સંતોષ કુશવાહાની અને મદદગારી કરનાર તરીકે પ્રભુદાસ ઉર્ફે દાસભાઈ ચંદુભાઈ કક્કડની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી અને તપાસ બાદ દુષ્કર્મ અને પોસ્કો સહિતના ગુન્હાનું ચાર્જશીટ રાજકોટની સ્પેશ્યલ (પોકસો) કોર્ટમાં કરવામાં આવેલ હતું. આ પોકસો કોર્ટમાં ચાલવા માટે આવતા આરોપીઓના જવાબ કોર્ટે નોંધેલ હતા અને આ કેસની આખરી દલીલોમાં બચાવપક્ષે રોકાયેલ એડવોકેટ અંશ ભારદ્વાજે દલીલ કરતા જણાવેલ હતું કે, આક્ષેપીત ગુનો નિ:શંકપણે ગંભીર છે પરંતુ કોર્ટે રેકર્ડ ઉપર આવેલ પુરાવો જોવો જોઈએ. મુખ્ય સાહેદ એવા ભોગ બનનારનો પુરાવો ઘ્યાને લેતા તેણી પોલીસ સમક્ષના નિવેદનની હકીકતો, ડોકટર સમક્ષની હીસ્ટ્રી તેમજ સીઆરપીસી. કલમ 164 મુજબના નિવેદનની હકીકતોથી વિપરીત હકીકતો પોતાની જુબાનીમાં દર્શાવે છે અને તેની જુબાનીમાં ગંભીર વિરોધાભાસ તેઓના સોગંદ ઉપ2ના પુરાવામાં જણાવેલ છે. તેમજ પંચ સાહેદોના પુરાવાની હકીકતોથી પંચનામાની હકીકતો અને ભોગ બનનાર સગીર હોવાનું પણ પુરવાર થતા નથી.

જે રજૂઆતો અને દલીલો ધ્યાને લઈ કોર્ટે સૌ પ્રથમ તો બનાવ સમયે ભોગબનનાર સગીર હોવાનું ફરિયાદપક્ષ નિ:શંકપણે પુરવાર કરવામા નિષ્ફળ ગયેલ છે, આરોપીએ બળજબરીથી કોઈ કૃત્ય આચરેલ હોય તેવું પણ ફલીત થતું નથી તેમ ઠરાવી પ્રોસિક્યુશન આરોપીઓ વિરૂૂદ્ધનું તહોમત નિ:શંકપણે પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય, આરોપીઓને ગુનામાંથી શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો છે. આ કામમાં આરોપીઓ તરફે એડવોકેટ તરીકે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબા2, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ રોકાયા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement