ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દુષ્કર્મના કેસમાં વિદેશ ભાગી જાય તે પહેલાં ખીરસરાના સ્વામીને વોન્ટેડ જાહેર કરતી કોર્ટ

04:45 PM Jul 23, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

રાજકોટની યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા બાદ ગર્ભપાત કરાવી નાખ્યો’તો, નાસ્તા ફરતા આરોપી સામે 70 મુજબનું વોરન્ટ ઈસ્યૂ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ઘેટિયા ગામે આવેલ ગુરૂકુળમાં રાજકોટની યુવતિ પર અનેક વખત દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવી નાખવાના ચકચારી કેસમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી આજ સુધી નહીં મળી આવતા પોલીસે અદાલતમાં રિપોર્ટ રજુ કરતા કોર્ટે દુષ્કર્મના કેસમાં સંડોવાયેલ સ્વામી વિદેશ ભાગી જાય તે પહેલા જ વોન્ટેડ જાહેર કર્યા છે.

આ કેસની જાણવા મળતી વિગત મુજબ રાજકોટની યુવતિને પ્રેમજાળમાં ફસાવી ખીરસરા ગુરૂકુળના સ્વામી ધર્મસ્વરૂપદાસે અનેક વખત ખિરસરા બોલાવી યુવતિ પર દુષ્કર્મ આચર્યુ હતું. અને બાદમાં યુવતિને ગર્ભ રહી જતાં દવા આપી ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આ બનાવ અંગે યુવતિએ પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા આરોપી ધર્મશ્વરૂપદાસ સ્વામીને પકડવા માટે અનેક સ્થળે દરોડા પાડ્યા હતા.
પરંતુ આરોપી મળી આવતા ન હોય અને વિદેશ નાશી જાય તેવી શંકા હોય, પોલીસે અદાલતમાં રિપોર્ટ રજૂ કરી સ્વામીને વોન્ટેડ જાહેર કરવા માંગણી કરતા અદાલતે પોલીસ પેપર્સના આધારે બળાત્કારના ગુનામાં સંડોવાયેલ સ્વામી ધર્મસ્વરૂપ દાસને વોન્ટેજ જાહેર કર્યા છે. અને તેની સામે 70 મુજબનું વોરન્ટ ઈસ્યુ કર્યુ છે. આ વોરન્ટના આધારે પોલીસે દેશના તમામ એરપોર્ટ અને આઈબીને જાણ કરવામાં આવી છે.

બીજી બાજુ આ ગુનામાં મદદગારી કરવાના આરોપસર સંડોવાયેલા નારાયણ સ્વરૂપદાસજીને આગોતરા જામીન મળી ગયા હોવા છતાં પોલીસમાં હાજર નહીં થતા હોય તેમની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Courtcrimegujaratgujarat newsKhirsara Swami wantedrape case
Advertisement
Advertisement