રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તરઘડીના ચકચારી જમીન પ્રકરણમાં પ્લોટ હોલ્ડર્સ દ્વારા કરાયેલી જુદી-જુદી અપીલ મંજૂર કરતી કોર્ટ

05:39 PM Sep 28, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પડધરી તાલુકાના ગામ તરઘડીના રેવન્યુ સર્વે નંબરની ઉતરોતર બે દસ્તાવેજ થયેલી જમીનના હાલના પ્લોટસ હોલ્ડરો દ્વારા દાવાના કામે પ્રતિવાદીઓ ગુજરનાર મૂળ માલિકના વારસદારોએ ટ્રાયલ કોર્ટમાંથી મેળવેલા વચગાળાના મનાઈ હુકમ સામેની મૂળ દાવેદારોની અપીલ ડિસ્ટ્રીક્ટ કોર્ટે મંજૂર કરી દાવો આગળ ચલાવવા ટ્રાયલ કોર્ટને હુકમ કર્યો છે.

આ કેસની હકિકત મુજબ, પડધરી તાલુકાના ગામ તરઘડીના રેવન્યુ સર્વે નંબર હેઠળની મૂળ માલિક આયર નારણ હીરાની ખેડવાણ જમીન તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત, પડધરીના તા. 10- 6- 1964ના હુકમથી બિનખેડવાણ થયેલ અને જે સંબંધેનો લે-આઉટ પ્લાન તા. 3-4-1964ના રોજ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સદરહુ બિનખેડવાણ થયેલ જમીનના પ્લોટ્સનું કાયદેસરના રજિ. વેચાણ દસ્તાવેજોથી વેચાણ થયું હતું. જેમાં સને 1964માં તુલસીદાસ માણસુર સોની અને ત્યારબાદ નર્મદાબેન નરભેરામ ભટ્ટને કાયદેસરના રજિસ્ટર વેચાણના બે ઉતરોતર દસ્તાવેજો થયા હતા, દરમિયાન મૂળ માલિક ગુજરનાર આયર નારણભાઇ હીરાભાઈના વારસદારોએ રેવન્યુ રેકર્ડમાં કોઇ રીતે સંબંધિત જમીન ખેતીની જમીન દર્શાવી વારસાઈ નોંધ પ્રમાણિત કરાવી, જે નોંધના આધારે ગુજરનાર નારણભાઈ ચાવડાના દિકરા વિભાભાઈ ચાવડા,
રણજીતભાઈ વિભાભાઈ ચાવડા તથા જનકભાઈ વિભાભાઈ ચાવડાના નામનો વર્ષ : 2019માં સવાલવાળો વેચાણ દસ્તાવેજ કરી ઉપરોક્ત બિનખેડવાણ જમીનના પ્લોટ્સના વેચાણ દસ્તાવેજો કરી નાખ્યાં હોવાની તમામ હકિકતો તરઘડી ગ્રામ પંચાયતના દાખલા બાદ હાલના પ્લોટ હોલ્ડર્સને જાણ થતાં પ્લોટ હોલ્ડર્સ દ્વારા પડધરીની કોર્ટમાં સવાલવાળા વેંચાણ દસ્તાવેજો રદ કરવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઈહુકમ મળવા અંગેના અલગ-અલગ દાવાઓ દાખલ કરી આંક-પથી કામચલાઉ મનાઈહુકમની અરજી લાવ્યા હતા.તેમાં પ્રતિવાદીઓ દ્વારા વાદીના દાવાઓ રદ કરવા સિવિલ પ્રોસીઝર કોડના ઓર્ડર-7 રૂલ-11 હેઠળ અરજી આપેલ. જે પ્રતિવાદીની અરજી નીચેની અદાલતે મંજૂર કરતા મૂળ દાવાના વાદીઓ વતી એડવોકેટ મેહુલ વી. મહેતા દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જુદી જુદી ચાર અપીલ દાખલ કરી નીચેની અદાલતનો હુકમ પડકાર્યો હતો. ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા એપેલન્ટની ઉપરોક્ત અપીલો મંજૂર કરી પડધરીની સિવિલ કોર્ટમાં દાખલ કરાયેલ દાવા આગળ ચલાવવા માટેનો હુકમ ફરમાવેલ છે. ઉપરોક્ત અપીલના કામે એપેલન્ટ વતી એડવોકેટ તરીકે મેહુલ વી. મહેતા તથા ભૌતિક બી. કાલરીયા રોકાયા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkot news
Advertisement
Next Article
Advertisement