પત્નીને મરવા કરવાના ગુનામાં આરોપી પતિને નિર્દોષ ઠરાવી છોડી મૂક્તિ કોર્ટ
પડધરીના ખાખડાબેલા ગામે પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ગુનો નોંધાયો’તો
પડધરીના ખાખડાબેલા ગામે પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પત્નીને મરવા મજબુર કરવાના કેસમાં પતિને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ તળાજા તાલુકાના જુના સાંગાણા રહેતી અરૂૂણાબા સરવૈયાના પડધરીના ખાખડાબેલા ગામે રહેતા વિરેન્દ્રસિંહ જાડેજા સાથે લગ્ન થયા હતા. અરૂૂણાબાને લગ્નના 10 વર્ષ સુધી સંતાન નહી થતા પતિ વિરેન્દ્રસિંહ જાડેજા અવાર નવાર શારીરીક માનસીક ત્રાસ આપતા હતા.
બાદમાં લગ્નના 10 વર્ષ બાદ અરૂૂણાબાને દીકરાનો જન્મ થયો હતો પરંતુ દીકરાનો મગજનો વિકાસ ઓછો હોવાથી પતિ વિરેન્દ્રસિંહ દ્વારા અરૂૂણાબાને તે ગાંડાને જન્મ આપ્યો છે તેમ કહી મેણા ટોણા મારતા તેમજ બીજા સંતાનમાં દીકરીનો જન્મ થતા અરૂૂણાબાને ખુબ જ ત્રાસ આપવા લાગેલ અને તને ચુડેલ વળગેલ છે તુ જયારથી અમારા ઘરમાં આવેલ છો ત્યારથી અમારી સાથે ખરાબ જ થાય છે તારા પગલા સારા નથી તારા પરીવારમાં બધા મગજ વગરના છે તેવા મેણા ટોણા મારતા અને અરૂૂણાબાને ફોનમાં કોઈ સગા સંબંધી સાથે વાત ચીત કરવા દેતા ન હતા. પતિના શારીરીક માનસીક ત્રાસથી કંટાળી અરૂૂણાબાએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જે અંગે મૃતક અરૂૂણાબાના ભાઈ શીવભદ્રસિંહ કિરીટસિંહ સરવૈયાએ પડધરી પોલીસમાં બહેનને મરવા મજબુર કરનાર વિરેન્દ્રસિંહ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસે વિરેન્દ્રસિંહની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં આરોપી વિરૂૂધ્ધ પૂરતો પુરાવો મળતા તપાસ અધિકારી દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
જે કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે પત્નીને મરવા મજબુર કરવાના કેસમાં આરોપી પતિ વિરેન્દ્રસિંહ જાડેજાને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વિરેન્દ્રસિંહ જાડેજા વતી એડવોકેટ રઘુવીર બસીયા અને ડી.પી. ઝાલા રોકાયા હતા.