ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મારામારી અને એટ્રોસીટી એકટના ગુનામાં 3 મહિલાને નિર્દોષ ઠરાવી મુક્ત કરતી કોર્ટ

04:26 PM Jul 07, 2025 IST | Bhumika
Advertisement

સાયકલ ફેરવતા બાળકને પછાડી માર માર્યા બાદ સમજાવવા ગયેલા પરિવારને જાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ થઈ’તી

Advertisement

શહેરની ભાગોળે આવેલા ભીચરી ગામે ઘર પાસે સાયકલ ફેરવતા બાળકને મહિલાએ સાયકલ પરથી પછાડી દઈ માર માર્યો હતો જે અંગે સમજાવવા ગયેલા બાળકના માતા પિતા અને ફઈને ત્રણ મહિલાએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા બાળકને માર મારવા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાના એટ્રોસીટી એકટના ગુનામાં સંડોવાયેલી ત્રણ મહિલા આરોપીને અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ ખાતે ભીચરી ગામે રહેતા ફરીયાદી મહેશભાઈ ગોહેલ બજારમાં ખરીદી કરી ઘરે પરત આવતા હતા. ત્યારે પોતાનો પુત્ર મિતરાજ રડતો હતો. જે અંગે તેની પૂછપરછ કરતા ખીમીબેન ગમારાના ઘર પાસે સાઈકલ ચલાવવા માટે ગયો હતો ત્યારે ખીમીબેને બાવડું પકડી સાઈકલમાંથી પછાડી દઈ ઢીકાપાટું માર માર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી મહેશભાઈ ગોહેલ, તેમના પત્ની ડિમ્પલબેન અને બહેન સંગીતાબેન ખીમીબેનના ઘરે સમજાવવા માટે ગયા હતા. ત્યારે ખીમીબેન ગમારા, સોનલબેન ગમારા અને હંસાબેન ગમારાએ ઉશ્કેરાય જઈ તમારા દીકરાને અમારા ઘર પાસે સાઈકલ ચલાવવાનો કોઈ હકક નથી અને હવે જો સાઈકલ ચલાવવા આવશે તો વધારે માર પડશે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા.

આ અંગે મહેશભાઈ ગોહેલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ખીમીબેન ચનાભાઈ ગમારા, હંસાબેન રવિભાઈ ગમારા અને સોનલબેન ગોપાલભાઈ ગમારાની ધરપકડ કરી હતી. ચાર્જશીટ બાદ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ સેશન્સ જજ એ. કે. શાહે ત્રણેય મહિલા નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવ્યો હતો.

આ કેસમાં ત્રણેય મહિલા આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ.જાદવ, મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા અને વિક્રમ કિહલા રોકાયા હતા.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement