પોકસો એકટના ગુનામાં આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકતી અદાલત
શહેરમાં રહેતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી જામનગર અને હર્ષદ સહિતના સ્થળોએ લઈ જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં અદાલતે સાહિલ સિંધવને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં રેહતી અને બ્યુટી પાર્લરમાં નોકરી કરતી સગીરાએ શહેરના 150 ફૂટ રીંગ રોડ આંબેડકરનગર વિસ્તારમાં રહેતા સાહિલ જીતેન્દ્ર સિંધવ નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ ગુજારીયા અંગેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સગીરા નાના મવા પાસે તેની બહેનપણી સાથે મોલમાં ખરીદી કરવા ગઈ હતી ત્યારે સાહિલ સિંધવ નામના શખ્સ સાથે પરિચય થયેલો અને બંને મોબાઈલ નંબર આપલે કરેલી બાદ સગીરા તેને મમ્મીના મોબાઈલ પરથી આરોપી સાથે સોશિયલ મીડિયામાં વાત કરતી હતી.
બાદ સાહિલ સિંધવે સગીરાનુ અપહરણ કરી જામનગર અને હર્ષદ સહિતના સ્થળોએ લઈ જઈ હવસનો શિકાર બનાવ્યાનું ખુલતા પોલીસે અપહરણ, પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી સાહિલ સિંધવની ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થતા તપાસની દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. કેસ સ્પેશયલ પોકસો કોર્ટ માં ચાલવા ઉપર આવતાં કોર્ટ માં ફરીયાદી, ભોગ બનનાર, ડોકટર ઓ, ફરીયાદ લેનાર, તપાસ કરનાર એમ જુદા જુદા સાહેદો ને તપાસવામાં આવેલ, જે કેસ માં સાહેદો ની સર તપાસ તથા આરોપી નાં વકીલ દ્વારા કરવામાં આવેલ ઉલટ તપાસ, તર્ક બધ્ધ અને ધારદાર દલીલો, હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટનાં રજુ કરેલ માર્ગ દર્શક ચુકાદાઓને ધ્યાને લઈને સ્પેશયલ પોકસો સેશન્સ કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં આરોપી વતી યુવા ધારાશાસ્ત્રી અશ્વિન મહાલિયા, ઘનશ્યામ વાંક અને નિખિલ રાઠોડ રોકાયેલ હતાં.