જમીનના બોગસ દસ્તાવેજ બનાવી બેંકો સાથે લાખોની ઠગાઇ કરનાર દંપતી 12 વર્ષે પકડાયું
પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડી એ ડિવિઝન પોલીસને સોપ્યું
રાજકોટ શહેરના 12 વર્ષે પૂર્વના બોગસ દસ્તાવેજ બનાવવાના ગુનામાં અને બેંક સાથે છેતરપીંડી કરવાના ગુનામાં 12 વર્ષથી નાસતા ફરતા દંપતિને પેરોલ ફર્લો સ્કોવડની ટીમે પકડી લઇ સ્થાનિક એ ડિવિઝન પોલીસને સોપવામાં આવ્યું હતુ. વધુ વિગતો મુજબ, રાજકોટ શહેરનાર રૈયાગામના રેવન્યુ નં.180 પ્લોટ નં.27 મણીનગર ઓસ્કારસિટી પાસેનું પૂર્વ આયોજીત કાવતરૂ રચી બોગસ દસ્તાવેજ બનાવી આ બોગસ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાંથી 19.89 લાખની લોન લઇ છેતરપીંડી કર્યાની 2015માં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ જામનગર રોડ પર આવેલા એક મકાનનો બોગસ દસ્તાવેજ બનાવી આરોપીઓએ આ દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાંથી 8.88 લાખની લોન લઇ બેંકો સાથે છેતરપીંડી કરી હતી. તેમજ ગોંડલ રોડ પર આવેલી લક્ષ્મી વિલાસ નામની બેંકમાંથી 8 આરોપીઓએ બોગસ કાગળો રજૂ કરી લાખો રૂપિાયની લોન મેળવી બેંક સાથે છેતરપીંડી કરી હતી. આ ઘટનામાં નાસતા ફરતા રાજેશ કુમાર ઉર્ફે રજનીશ કિશનભાઇ ઉર્ફે કુષ્ણાંતભાઇ ખોડા/ઠક્કર (ઉ.વ.54) રહે. ગુણાતિત રેસીડેન્સી ફલેટ નં.એ 502, ઓશીયા મોલ પાછળ ગોત્રી, વડોદરા શહેર અને તેમની પત્ની સુધાબેન ઉર્ફે સ્નેહાબેનની રાજકોટ પેરોલ ફર્લો સ્કોવડની ટીમે ધરપકડ કરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર ભાર્ગવસિંહ એમ. ઝણકાટ તથા તથા એ.એસ.આઇ. અમૃતભાઇ મકવાણા, ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પો.હેડ કોન્સ. શાંમતભાઇ ગઢવી, રાજદીપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, પો. કોન્સ. કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા, ભુમીબેન ઠાકર અને ડ્રા. પો. કોન્સ. દોલતસિંહ રાઠોડ એ કરી હતી.