ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વૃદ્ધની હત્યામાં યુગલ ત્રણ દિવસના રિમાન્ડ પર, મૃતકે આરોપી યુવતીને મોંઘુ પરફયુમ ગીફટ કર્યુ હતું!

04:21 PM Jun 10, 2025 IST | Bhumika
Advertisement

શહેરની વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર આવેલી શ્રીનગર સોસાયટી શેરી નં.3માં એકલા રહેતાં બરકતભાઈ લાખાણી (ઉ.વ.70)ની ઘરમાં ઘુસી છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી બાદમાં સોનાના દાગીનાની લુંટ ચલાવાયાની ઘટનાની માસ્ટર માઈન્ડ સ્નેહલબા પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ. 22, રહે. હાઉસીંગ બોર્ડના કવાર્ટર, કોઠારીયા સોલવન્ટ) સીવીલ એન્જિનિયરિંગની ડીગ્રી ધરાવે છે.જયારે હત્યામાં સામેલ તેનો મિત્ર કિશન માનસીંગભાઈ વાઢેર (ઉ.વ. 22, રહે. હાલ કારડીયા રાજપૂત છાત્રાલય) ધો. 8 પાસ છે.

Advertisement

ક્રાઈમ બ્રાંચે આ ઘટનાનો ભેદ ઉકેલી બંને આરોપીઓને ઝડપી લઈ ભક્તિનગર પોલીસને સોંપી દીધા હતા. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. એટલું જ નહીં આરોપીઓએ ન્યારી ડેમ પાસે છૂપાવી દીધેલા લોહીવાળા કપડા અને છરી વગેરે પણ કબજે કર્યા છે.પોલીસ તપાસમાં એવુ ખુલ્યું છે કે,સ્નેહલબા મવડી ચોકડી પાસે એસ.બી.એફ.સી. ફાઈનાન્સ કંપનીમાં ગોલ્ડ લોનનું કામ કરતી હતી. સાથો-સાથ ફલીપકાર્ટમાં ડિલીવરી ગર્લ તરીકે પણ નોકરી કરતી હતી. એકાદ વર્ષ પહેલાં મૃતકને પાર્સલ દેવા ગઈ હતી ત્યારે ગોલ્ડ લોનનું પેમ્ફલેટ પણ આપ્યું હતું. તે વખતે મૃતકે તેને પરફર્યુમ ગીફટ આપ્યુ હતું.

ત્યાર પછી મૃતકે તેને કોલ કરી પોતાને ત્યાં બાળકનો જન્મ થયાનું કહી પેંડા આપવાની વાત કરી હતી. પરંતુ તે પેંડા લેવા ગઈ ન હતી. આ પછી મૃતક અવાર-નવાર તેને ગુડ મોર્નિંગ વગેરેના મેસેજ કરતા હતા. પરંતુ તે જવાબ આપતી ન હતી. એક-બે વખત મૃતકના ઘરે પણ ગઈ હતી.ફલીપકાર્ટમાં નોકરી દરમિયાન તેનો કિશન સાથે પરિચય થયો હતો. નોકરી છૂટી જતાં તેની આર્થિક સ્થિતિ નબળી બની ગઈ હતી. આ સ્થિતિમાં તેણે મિત્ર કિશન કે જેની પણ નોકરી છુટી ગઈ હતી તેની સાથે મૃતકને લુંટવાની યોજના અંગે વાત કરી હતી.

ન્યારી ડેમે ફરીથી યોજના વિશે કિશન સાથે ચર્ચા કર્યા બાદ બંનેએ સાથે મળી મૃતકના ઘરે જઈ તેની હત્યા કરી, દાગીનાની લુંટ ચલાવી હતી.હત્યા બાદ કિશને મૃતકના મકાનના ઉપરના રૂૂમમાં જઈ તેનો શર્ટ પહેરી લીધો હતો અને પોતાનો લોહીવાળો શર્ટ ઉતારી નાખ્યો હતો. આરોપી કિશન હાલ માયાણી ચોકમાં આવેલી પાનની દુકાનમાં નોકરી કરતો હતો.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement