ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયા નજીક ગૌમાંસના જથ્થા સાથે દંપતી ઝડપાયું

01:27 PM Jul 28, 2025 IST | Bhumika
Advertisement

ખંભાળિયા નજીકના સલાયા માર્ગ પર વહેલી સવારના સમયે સ્કૂટર પર ગૌમાંસ લઈ જવાતું હોવાની માહિતી ગૌસેવકોને મળતા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી બાદ માંસ લઈ જનારા સલાયાના રહીશ એવા મુસ્લિમ દંપતીની પોલીસે અટકાયત કરી, વિવિધ બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. ખંભાળિયામાં પશુ સેવાની પ્રવૃત્તિ કરતી એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના દેશુરભાઈ ગગુભાઈ ધમા તેમજ અન્ય કાર્યકરોને મળેલી માહિતી પરથી શુક્રવારે વહેલી સવારના સમયે ખંભાળિયાથી આશરે પાંચ કિલોમીટર દૂર સલાયા માર્ગ પર હરીપર ગામની એક શાળા પાસેથી પસાર થઈ રહેલા જી.જે. 37 એન. 7073 નંબરના એક્સેસ મોટરસાયકલને અટકાવી અને ચેકિંગ કરતા આ સ્કૂટરમાં જઈ રહેલા એક મહિલા તેમજ પુરુષ દ્વારા માંસનો જથ્થો લઈ જવાતો હોવાનું જોવા મળ્યું હતું.

Advertisement

આથી ગૌસેવકોની ટીમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમે તાકીદે આ સ્થળે પહોંચી અને સ્કૂટરમાં જઈ રહેલા સલાયાના જીન વિસ્તારમાં રહેતા સલીમ ઈશાક સુંભણીયા (ઉ.વ. 50) અને તેમના પત્ની અજીજાબેન સલીમ સુંભણીયાની માંસના જથ્થા સાથે અટકાયત કરી, પશુ ચિકિત્સા અધિકારીની ઉપસ્થિતિમાં પંચનામુ કરવામાં આવ્યું હતું. આ પછી માંસનું સેમ્પલ રાજકોટ એફએસએલ ખાતે મોકલવામાં આવતા આ માસ ગૌવંશનું હોવાનું ખુલવા પામ્યું હતું. જે અંગેની કબુલાત ઝડપાયેલા દંપતિઓએ પણ આપી હતી.આ પછી વધુ પૂછપરછમાં ગૌવંશના માંસનો આ જથ્થો તેઓએ ભાણવડ તાલુકાના સેવક દેવળીયા ગામે રહેતા અબ્દુલ ઉર્ફે બાળકો જુસબ સમા અને આમીન ઉર્ફે કારીયો ઘુઘા દ્વારા જામપર ગામ પાસેથી ગાયને કાપીને મેળવ્યો હોવાનું તેમજ અગાઉ પણ તેઓએ આવું કર્યું હોવાનું ખુલવા પામ્યું હતું.

આ પ્રકરણમાં ફારૂૂક મુસા અને ઓસમાણ ઉર્ફે ભૂટો જુસબ નામના શખ્સોની પણ સંડોવણી ખુલવા પામી છે.આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે રૂૂ. 35,000 ની કિંમતનું સ્કૂટર અને રૂૂ. 5,000 ની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરી, આરોપી દંપતી સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ પી.આઈ. બી.જે. સરવૈયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Tags :
crimegujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement