જામકંડોરણાના દડવી ગામના લૂંટ વીથ મર્ડર કેસમાં દંપતી નિર્દોષ મુક્ત
બે વર્ષ પૂર્વે વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવ્યાના કેસમાં ધરપકડ થઇ’તી
જામકંડોરણા તાલુકાનાં ગામ દડવીનાં પાદરમાં આવેલ અવાવરૂૂ કુવામાંથી એક અજાણી મહીલાની કોહવાય ગયેલ જીવાત પડી ગયેલી લાશ મળતા દડવી ગામનાં રસીકભાઈ ગોવિંદભાઈ ચૌહાણએ રાજકોટ રહેતા ફરીયાદી ભરતભાઈને ફોન કરી જાણ કરેલ કે તમારી માતા નાગલબેન કયાં છે ? જેથી ફરીયાદી ભરતભાઈએ રસીકભાઈને જણાવેલ કે મારી માતા દડવી ગામે જ છે અને જો દડવી નહી હોય તો મારા બહેનનાં ઘરે હશે અને ફરીયાદીએ તેનાં બીજા ભાઈ બહેનોને ત્યાં તપાસ કરી રસીકભાઈને જણાવેલ મારી માતા નાગલબેન ત્યાં નથી.
જેથી રસીકભાઈએ ફરીયાદી ભરતભાઈને જણાવેલ કે પોલીસવાળા આપણાં ગામનાં કુવામાંથી મળેલ એક અજાણી મહિલાની લાશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ છે. જેથી ફરીયાદી ભરતભાઈ તથા તેનાં બીજા ભાઈઓ રાજકોટ રહેતા હોય સિવિલ હોસ્પિટલમાં જઈ તેની માતા નાગલબેન વિશે તપાસ કરતા પી.એમ. રૂૂમમાં મરણ જનારની લાશ પડેલ હોય તે ફરીયાદીની માતા નાગલબેન હોય અને નાગલબેનની લાશમાં કાનનાં સોનાનાં બુટીયા ન હોય અને મરણ જનારનાં ચશ્મા તેમજ મોબાઈલ મળી આવેલ ના હોય અને શરીરે ઓઢણુ ઓઢેલ ના હોય તેવી અકસ્માત નોંધ નંબર:-7/2022 જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ અને ત્યાર બાદ પોલીસે તપાસ કરતા મરણ જનારનાં મોબાઈલમાં આરોપી ચંદુભાઈએ પોતાનું સીમ કાર્ડ ચડાવતા ગુન્હો ડીટેકટ થયેલ અને આરોપી ચંદુભાઈ મકવાણા અને તેની પત્નિ હંસાબેન મકવાણાએ સોનાનાં બુટીયા લુટવાનાં ઈરાદે મરણ જનાર નાગલબેનને પોતાનાં ઘરે બોલાવી ગળેટુપો આપી ખૂન કરી નાખેલ હોય અને સોનાનાં બુટીયા તથા મોબાઈલ લૂટી લીધેલ અને પુરાવાનો નાસ કરવા નાગલબેનની લાશને ગામનાં પાદરમાં આવેલ અવાવરૂૂ કુવામાં નાંખી દીધેલ હોય, તે મલતબની ફરીયાદ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ તા:30/04/2022 નાં રોજ નોંધવેલ. ફરીયાદ નોંધાયા બાદ પોલીસે મરણ જનારનો મોબાઈલ કબ્જે કરેલ અને ખરેડી ગામનાં સોની દેવચંદભાઈ વેલજીભાઈ એન્ડ સન્સ પાસેથી સોનાનાં બુટીયા કબ્જે કરેલ અને નિવેદનો નોંધી જામકંડોરણા પોલીસે ધોરાજી સેશન્સ કોર્ટમાં આરોપી દંપતિ હંસાબેન અને ચંદુભાઈ મકવાણા વિરૂૂધ્ધ ચાર્જશીટ કરેલ. બાદમાં ધોરાજી સેશન્સ કોર્ટમાં કેશ ચાલી જતાં દંપતિનાં એડવોકેટ સંજયકુમાર પી. વાઢેરની દલીલોના અંતે ધોરાજીનાં મહેરબાન એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ એ.એમ. શેખે આરોપી દંપતિ હંસાબેન અને ચદુભાઈ મકવાણાને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.