ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગ દ્વારા શનિવારે ભાણવડ વિસ્તારના કરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન દેશી દારૂૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ તેમજ એસ.વી. કાંબલીયાની ટીમ દ્વારા શનિવારે બરડા ડુંગર વિસ્તારમાં પ્રોહિબિશન અંગે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે બરડા ડુંગરની ધારમાં દેશી દારૂૂની ધમધમતી ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો.
આ સ્થળેથી પોલીસ દ્વારા 1,400 લિટર દારૂૂ બનાવવાનો આથો તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ રૂૂપિયા 36,000 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા રાણપર ગામના કરમણ ભીમા મોરી નામનો શખ્સ ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.