રાજુલાના ઉછેયા ગામના ઘોઘમવાડી વિસ્તારમાંથી દેશી દારૂની ફેકટરી પકડાઇ
એક લાખનો મુદ્દામાલ જપ્ત, બે આરોપી ફરાર
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. રાજુલા તાલુકાના ઉછેયા ગામના ધોદ્યમ વાડી વિસ્તારમાંથી દેશી દારૂૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે.
પોલીસે આ કાર્યવાહીમાં 255 લીટર દેશી દારૂૂ, 2000 લિટર આથો, 6 પ્લાસ્ટિકના ટાંકા, બેરલ, ગેસના ચુલ્લા, બાટલા અને લાઈટર સહિત કુલ રૂૂ. 1,01,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં યુવરાજભાઈ જોરૂૂભાઇ ધાખડા અને ભોળાભાઈ બચુભાઈ ધાખડા નામના બે આરોપીઓ ફરાર થઈ ગયા છે.પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઙઈં વિજય કોલાદ્રા અને તેમની ટીમે આ સફળ કાર્યવાહી કરી છે. ટીમમાં ભીખુભાઇ ચોવટીયા, ગોકુલભાઇ કળોતરા, જયેન્દ્રભાઈ બસિયા, મહેશભાઈ રાઠોડ, અજયભાઇ વાઘેલા અને પરેશભાઈ દાફડા સહિતના પોલીસ કર્મચારીઓ સામેલ હતા.પોલીસે જણાવ્યું કે આગામી દિવસોમાં લાઠી, સાવરકુંડલા, બગસરા, ચલાલા અને વડિયા સહિતના વિસ્તારોમાં પણ દારૂૂ વિરોધી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ દારૂૂના ધંધા પાછળ કોનો હાથ છે તેની પણ તપાસ કરવામાં આવશે.