ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાંટવા પાલિકામાં નકલી ભરતીઓ, સરકારી નાણાંના દુરુપયોગ સહિતના ભ્રષ્ટાચાર

11:30 AM Mar 19, 2025 IST | Bhumika
Advertisement

બાંટવા નગરપાલિકામાં આઉટસોર્સ રોજમદારોની ભરતીમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. 54 કર્મચારીઓની યાદીમાં એવા ઘણા નામ છે, જે નગરપાલિકામાં ક્યારેય હાજર રહ્યા નથી, કોઈ કામ કરતા નથી, છતાં દર મહિને પગાર ઉઠાવી રહ્યા છે.આ સરકારી ભંડોળની લૂંટ અને નાણાંકીય ભ્રષ્ટાચાર છે, જેની તાત્કાલિક તપાસ અને કડક કાયદેસર કાર્યવાહી થવી જરૂૂરી છે.

Advertisement

પાલિકામાં નકલી ભરતી અને ખોટા પગાર: આ 54માંથી ઘણાં નામ ફક્ત દસ્તાવેજોમાં છે, પરંતુ હકીકતમાં નગરપાલિકામાં કોઈ કામગીરી કરતા નથી.તેમની હાજરી રજીસ્ટર, કામકાજની વિગત અને પગાર ચુકવણીનો રેકોર્ડ તાત્કાલિક ચકાસવામાં આવે. ભ્રષ્ટાચાર માટે જવાબદાર અધિકારીઓ અને નગરપાલિકા સંચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય. આ નકલી ભરતીઓમાંથી ઘણા નામ નગરપાલિકાના ચાલુ સભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પરિવારજનોના છે. નાથા-ગોતાના લોકોને ખોટી ભરતી દ્વારા પગાર આપીને જનતાના હકના નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ લુટફાટ તાત્કાલિક બંધ થાય અને ખોટા ભરાયેલા પગારની વસૂલાત કરવામાં આવે.આ નાણાં નગરના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે, લાપરવાહીથી સભ્યોના સગા-વહાલાને પગાર આપવા માટે નહીં.અત્યાર સુધી ખોટી રીતે ચૂકવાયેલા પગારની વસૂલાત કરવામાં આવે અને દોષિત અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થાય.મેનફોર્સ સિક્યુરિટી સર્વિસ એજન્સી સામે તપાસ અને પગલાં:આ ભરતી મેનફોર્સ સિક્યુરિટી સર્વિસ દ્વારા કરવામાં આવી છે, જેની ભૂમિકા શંકાસ્પદ છે.જો આ એજન્સી ભ્રષ્ટાચાર માટે જવાબદાર હોય, તો તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે.ભવિષ્યમાં આવા ગેરવહીવટ અટકાવવા, આઉટસોર્સિંગ કરારની પદ્ધતિની સમીક્ષા કરવામાં આવે.

આ 54 નકલી ભરતીઓની નિમણૂક અને પગારદારીની તાત્કાલિક તપાસ શરૂૂ કરવામાં આવે.જેઓ નગરપાલિકામાં હાજર જ નથી, તેમના પગાર તરત જ રોકવામાં આવે અને વસૂલાત કરવામાં આવે. નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ, સંચાલકો અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે.આ સમગ્ર કેસમાં 30 દિવસની અંદર તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવે. જો તાત્કાલિક અને યોગ્ય પગલાં નહીં લેવામાં આવે, તો ગુજરાત હાઈકોર્ટમાં ઙઈંક દાખલ કરવામાં આવશે.

Tags :
Bantwa Municipalitycorruptioncrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement