કોરોનાનો વિસ્ફોટ, 24 કલાકમાં નવા 8 પોઝિટિવ
11 દીમાં 24 કેસ નોંધાયા: 23 સારવારમાં, 1 દર્દીને રજા અપાઈ: ગાઈડલાઈનનું પાલન કરવા આરોગ્ય વિભાગનો અનુરોધ
શહેરમાં તા. 19થી કોરોનાએ દેકા દીધી છે અને 11 દિવસમાં 24 કેસ નોંધાતા આરોગ્ય કેન્દ્રમાં દોડધામ મચી ગઈ છે. આજે અલગ અલગ વિસ્તારોમાં વધુ 8 પોઝેટીવ સાથે કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે. જેના લીધે હાલ 23 દર્દી સારવારમાં અને એક દર્દીને સ્વસ્થ થતાં રજા અપાઈ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
મનપાના આરોગ્ય વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ આજે કોરોનાના વધુ 8 પોઝેટીવ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં. 12 મવડી, પુરુષ ઉ.વ.27, વોર્ડ નં. 8 અંબીકા પાર્ક મહિલા ઉ.વ.68, વોર્ડ નં. 18 સરદાર ટાઉનશીપ પુરુષ ઉ.વ.28, વોર્ડ નં. 8 લક્ષ્મીનગર પુરુષ ઉ.વ.33, વોર્ડ નં. 17 કોઠારિયા રોડ પુરુષ ઉ.વ.35, વોર્ડ નં. 7 વિરાણી ચોક મહિલા ઉ.વ.22 તથા કત્રીવાડ પુરુષ ઉ..વ. 21 અને વોર્ડ નં. 1 માં જીવંતી નગરમાં પુરુષ ઉ.વ.21 સહિત8 નવા કેસ નોંધાયા છે. જે તમામે વેક્સિનેશનના બે ડોઝ લઈ લીધાનું જાણવા મળેલ છે. તેવી જ રીતે વોર્ડ નં. 12 માં પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અને વોર્ડ નં. 18ના પુરુષ દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી અમદાવાદ હોવાનું તેમજ આજના આઠ દર્દીને હોમ આઈસોલેટ કરી સારવાર ચાલુ કરાવવામાં આવી છે. જે તમામ સ્ટ્રેબલ હોવાનું જાણવા મળેલ છે.
રાજકોટ શહેરમાં તા. 19 મેના રોજ રકોરોનાનો પ્રથમ કેસ મવડી વિસ્તારમાંથી નોંધાયો હતો. આ 53 વર્ષીય પુરુષ વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા હતા. હોમ આઇસોલેશનમાં સારવાર લીધા બાદ તેઓ સંપૂર્ણપણે કોરોનામુક્ત થઈ ગયા છે, અને આ વિસ્તારમાંથી અન્ય કોઈ કેસ બહાર આવ્યો નથી. આ કેસ રાજકોટ માટે રાહતરૂૂપ સાબિત થયો હતો. તથા 24 મેના રોજ શિવ પાર્ક વિસ્તારમાં રહેતા 39 વર્ષના એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે શહેરમાં બીજા કેસ તરીકે નોંધાયો હતો. તથા 25 મેના રોજ શહેરમાં વધુ બે નવા કેસ સામે આવ્યા. જેમાં ગોવિંદનગરના 74 વર્ષના એક પુરુષ અને સિલ્વર સોસાયટીમાં રહેતા 52 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે.
આ બંને દર્દીઓને પણ તાત્કાલિક ધોરણે હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત પણ સ્થિર છે. તથા 28 મેના રોજ રૈયા રોડ પર આવેલા શિવાજી પાર્ક 26 મે: રૈયા રોડ પર આવેલા શિવાજી પાર્ક વિસ્તારમાં વધુ એક નવો કેસ નોંધાયો હતો, જે દર્દીની તબિયત પણ સ્થિર હોવાનું જણાવાયું હતું. તથા 27 મે: આ દિવસ રાજકોટ માટે સૌથી વધુ ચિંતાજનક રહ્યો. શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી એક દિવસમાં 6 નવા કેસ નોંધાયા હતા. આ કેસો નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર વધુ સક્રિય બન્યું હતું. જોકે, આ તમામ 6 દર્દીઓની તબિયત પણ સ્થિર હતી, જે એક સકારાત્મક પાસું હતું. તથા 29 મેના રોજ રાજકોટમાં વધુ 5 કેસ નોંધાયા છે. આ કેસો બિગબજાર, રૈયારોડ સહિતના વિસ્તારોમાંથી હતા અને તેમાં એક મહિલા, એક સગીર અને ત્રણ પુરુષોનો સમાવેશ થતો હતો. આ દર્દીઓ પણ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઈ રહ્યા છે.
તેવી જ રીતે આજરોજ તા. 30ના રોજ મવડીમાં, અંબીકાપાર્ક, સરદાર ટાઉનશીપ, લક્ષ્મીનગર, કોઠારિયા રોડ, વિરાણીચોક, ખત્રીવાડ ને જીવંતી નગર સહિત 6 વોર્ડમાં 8 નવા કેસ નોંધાતા આજ સુધીમાં 24 પોઝેટીવ કેસ આવ્યા છે. પૈકી એક દર્દી સાજો થતાં તેને રજા અપાી છે. જ્યારે 23 દર્દીને હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. જે તમામ સ્ટ3ેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
અમદાવાદમાં એક દિવસ પહેલા જન્મેલા શિશુનો રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતમાં કોરોના ધીરેધીરે પંજો પ્રસરાવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં માત્ર એક દિવસની બાળીનો કોરરોના રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્યતંત્ર ચોીં ઉઠયું છે. આ બાળકીની માતાને ગત અઠવાડીયે કોરોનાની અસર જોવા મળી હતી. હાલ તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. પરંતુ એક દિવસ પહેલા જન્મેલા શિશુનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. બાળકનું વજન ઓછું હોવાથી એન. આઇ. સી.યુ.માં રાખવાામં આવ્યું છે.