For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોટા ઈટાળામાં કામમાં ક્વોલિટીનો આગ્રહ રાખતા ઇજનેર પર કોન્ટ્રાક્ટરનો હુમલો

11:53 AM Aug 08, 2024 IST | Bhumika
મોટા ઈટાળામાં કામમાં ક્વોલિટીનો આગ્રહ રાખતા ઇજનેર પર કોન્ટ્રાક્ટરનો હુમલો
Advertisement

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં એક બાંધકામ સાઇટ પર કામ ચાલી રહ્યું હતું, જે સ્થળે નિરીક્ષણ માટે ગયેલા આરએનબી વિભાગના આસિષ્ટન્ટ એન્જિનિયર પર જૂનાગઢના કોન્ટ્રાક્ટરે અચાનક હુમલો કરી દેતાં ભારે દોડધામ થઈ હતી. જે મામલો ધ્રોલ પોલીસ મથકે લઈ જવાયો છે, અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામમાં આર એન્ડ બી ના ધ્રોલ પંચાયત હસ્તકના એક માઈનોર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે, જે સ્થળે જામનગર જિલ્લાના આરએનબી વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર નિલરાજસિંહ બારડ ચાલુ સાઈટ પર નિરીક્ષણ કરવા માટે ગયા હતા, જે નિરીક્ષણ દરમિયાન ત્યાં હાજર રહેલા કોન્ટ્રાક્ટર સાથે જીભાજોડી થયા બાદ અધિકારી પર હુમલો કરી દીધો હતો.

Advertisement

જેમાં તેઓને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ હતી, તેથી તેઓને તાત્કાલિક ધ્રોળ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, અને પ્રાથમિક સારવાર અપાઇ હતી, ત્યારબાદ આ મામલાને ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને ફરજમાં રૂૂકાવટ તેમજ જીવલેણ હુમલો કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. આ બનાવને લઈને ધ્રોળ પંથકમાં ભારે ચકચાર જાગી છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, આ કામ જૂનાગઢની સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શન કંપની કરે છે, આ કામમાં સિમેન્ટ યોગ્ય પ્રમાણમાં વાપરવામાં આવતી ન હતી તેથી ઈજનેર બારડે કોન્ટ્રાક્ટરના માણસોને વધુ સિમેન્ટ વાપરવા કહેતાં આ બોલાચાલી થઈ હતી. જો કે ઈટાળાના ગ્રામજનોએ અધિકારીને બચાવી લીધાં હતાં અને સારવાર માટે ખસેડયા હતાં. આ બનાવ બાદ સ્વસ્તિક ક્ધસ્ટ્રક્શન કંપનીના માણસો સાઈટ છોડી નાસી ગયા હોવાનું સૂત્ર જણાવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement