For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘંટેશ્ર્વર પાસેથી 29.64 લાખના દારૂ ભરેલું ક્ધટેનર પકડાયું

04:20 PM Sep 01, 2025 IST | Bhumika
ઘંટેશ્ર્વર પાસેથી 29 64 લાખના દારૂ ભરેલું ક્ધટેનર પકડાયું

દારૂનો જથ્થો હરિયાણાથી જેતપુર જતો હતો, ટ્રક ચાલકે રાજકોટ પહોંચીને મોકલનારને કોલ કરવાનું કહ્યું હતું

Advertisement

દારૂની અલગ-અલગ બ્રાન્ડની 4788 બોટલ કબજે, જથ્થો મોકલનાર અને મંગાવનાર શખ્સોની શોધખોળ

જામનગર રોડ ઘંટેશ્વર પાસેથી રૂૂ.29.64 લાખના દારૂૂ ભરેલ ક્નટેનર યુની. પોલીસે પકડી પાડી 4788 બોટલ દારૂૂ, ટ્રક મળી રૂૂ.39.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. જેતપુર દારૂૂ પહોંચાડવાનો હતો તેવી પકડાયેલ શખ્સે કબુલાત આપી હતી.

Advertisement

વધુ વિગત મુજબ, યુની. પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં એએસઆઈ વાય.ડી.ભગત, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, પ્રાદિત્યસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નવા 150 ફુટ રીંગ રોડ ઉપર ઘંટેશ્વર તરફથી એક ક્નટેનર ટ્રક નં.RJ-19-GC-0705 નવા 150 ફુટ રીંગ રોડ પરથી દારૂૂ ભરી પસાર થવાનો હોય તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ વોચમાં હતી ત્યારે નવા 150 ફુટ રીંગ રોડ બાલાજી હોટલ સામે એક ટ્રક ક્નટેનર જોવામા આવેલ અને જેના નંબર ચેક કરતા બાતમીવાળો ટ્રક જોવા મળેલ હતો.

જે બાદ ટીમે તે ટ્રક ક્નટેનરને ઉભો રખાવી ટ્રક ક્નટેનરના ચાલકને નીચે ઉતારી તેનું નામ પુછતા પોતાનુ નામ પુરખારામ સસ્વરૂૂપારામ જાટ (ઉ.વ.23, રહે, ગાંધીનગર ખડીન, બાડમેર રાજસ્થાન) હોવાનુ જણાવેલ હતું. બાદમાં ટ્રક ક્નટેનરમા જોતા બોક્સ પડેલ જોવામા આવેલ તેમાં ચેક કરતા વિદેશી દારૂૂ જોવા મળ્યો હતો.પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 4788 બોટલ રૂૂ.29.64 લાખનો દારૂૂ અને ટ્રક, મોબાઈલ મળી કુલ રૂૂ.39.72 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ આદરી હતી.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હરિયાણાથી દારૂૂ ભરેલ ટ્રક નીકળ્યો હતો જે બાદ ગાંધીધામ પહોંચતા ત્યાંથી ટ્રક ચાલક બદલાયો હતો અને તે ટ્રક ચાલકને પ્રથમ માળિયા પહોંચી ફોન કરવાનું કહ્યું હતું. જ્યાંથી ટ્રક ચાલકે ફોન કરતા રાજકોટ પહોંચીને ફોન કરવાનું બુટલેગરે જણાવ્યું હતું.ત્યારબાદ ટ્રક ચાલક રાજકોટ પહોંચી ફોન કરતા બુટલેગરે જેતપુર પહોંચવા માટેનું કહ્યું હતું. જે બાદ તુરંત જ તે પકડાઈ ગયો હતો. હાલ પોલીસે દારૂૂ મોકલનાર અને દારૂૂ મંગાવનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement