રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચરાની ગાડીમાં બાંધકામના કાટમાળની હેરાફેરીનું કૌભાંડ

12:11 PM Feb 24, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

ગુજરાત મિરર, જામનગર તા. 24
જામનગરમાં કચરા ગાડીમાં કચરો ભરીને લઈ જવાને બદલે કચરા ગાડીમાં બાંધકામનો કાટમાળ ભરીને લઈ જઈને વાહનોના વજન મુજબ કરવામાં આવતા ફેરાના બીલનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપોને પ્રમાણ મળતું હોય તેવો કચરા ગાડીમાં કેરણ ભરાતું હોવાનું વાયરલ થયેલા વીડીયોમાં જોવામાં આવતા ચર્ચા જાગી છે.

Advertisement

જામનગર મહાનગરપાલિકાની શરતો મુજબ જામનગરમાંથી કચરો ઉપાડીને વાહનો દ્વારા ગાંધીનગર પાછળ આવેલા કચરો બાળીને વીજળી બનાવવાના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ઉપર મોકલવાનો રહે છે. પરંતુ કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા સંખ્યાબંધ સ્થળોએથી વાહનોમાં લોકોના ઘરો, દુકાનો, ઓફીસીના કચરાને બદલે બાંધકામના કચરા અને કંઈ ન મળે તો ગાડી ઉભી રાખીને માર્ગો ઉપર પડેલા મોટા-મોટા પથરા, માટીના ઢગલા ઉસેડીને ગાડીમાં નાંખીને સરકારની તીજોરીને નુકશાન પહોંચાડવા જેવી - કામગીરી કરવામાં આવતી હોવાની કરિયાદો સંખ્યાબંધ કોર્પોરેટરો કરી ચુક્યા છે.

આવી ફરિયાદોને અનુમોદાન મળે તેવી ઘટનામાં રામેશ્વરનગર પાછળ કચરા ગાડીમાં બાંધકામનું કેરણ ઉપાડવામાં આવતું હોવાનું જોઈને તે વિસ્તારના જાગૃત નાગરિકે વીડીયો બનાવી સોશ્યલ મીડીયામાં અપલોડ કર્યો છે. આ ઉપરાંત નાગરિક દ્વારા સીએમ પોર્ટલ અને કમિશનરને પણ ફોટા વીડીયો મોકલીને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આવી પ્રવૃત્તિને અટકાવીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newssmuggling scam
Advertisement
Advertisement