For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીયાણા ગામની કરોડોની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનું ષડ્યંત્ર

04:48 PM Sep 30, 2024 IST | Bhumika
જીયાણા ગામની કરોડોની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાનું ષડ્યંત્ર
Advertisement

મવડી પ્લોટમાં રહેતા એક મહિલાના પતિનું અવસાન થયા બાદ પુખ્ત વયના પુત્રનું વારસદાર તરીકે નામ નોંધણી કરાવતાં તેમની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચાયું હોવાનું ખુલતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભુમાફીયાઓએ ડમી મહિલાને રજુ કરી બોગસ દસ્તાવેજો બનાવી જમીનના દસ્તાવેજો બનાવી લીધાનું ખુલ્યું હતું.

મળતી વિગતો મુજબ મવડીનાં મૌલિક પાર્ક શેરી નંબર 3માં રહેતા વિલાસબેન પાનસુરીયા (ઉ.વ.45)એ એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જીયાણા ગામનાં મનસુખભાઈ સાથે તેનાં 2000ની સાલમાં લગ્ન થયા હતા. દામ્પત્યજીવન દરમિયાન પુત્ર ભૌતિકની પ્રાપ્તિ થઇ હતી. તે વખતે તે મોરબી રોડ પરની ઉત્સવ સોસાયટીમાં રહેતા હતા. 2008માં તેના પતિ મનસુખભાઇનું હાર્ટએટેકથી અવસાન થતા 2009માં તેણે હસમુખ ડાયાભાઈ હિરપરા સાથે આર્ય સમાજની વિધિથી બીજા લગ્ન કર્યા હતાં. તેના પહેલા પતિ મનસુખભાઈની જમીન જીયાણામાં આવેલી છે. જે જમીન તેના સસરા પરસોતમભાઈ પાનસુરીયાના નામે હતી. જેમાં વારસદાર તરીકે તેના સાસુ જયાબેન, તેના પતિ મનસુખભાઇ, દિયર સુરેશભાઈ, સુમિતાબેન હેમંતભાઇ સાકરીયા (રહે. હાલ સુરત) અને તેનું નામ હતું. 2007ની સાલમાં તેના સસરાએ બંને પુત્રોને ભાગે પડતી જમીન વાવવા આપી દીધી હતી. એટલું જ નહીં બંને પુત્રોના જુદા-જુદા ખાતા પાડી આપ્યા હતાં.

Advertisement

બંને પુત્રોના નામે 10-10 વીઘા જમીન હતી. તેના પતિના નામે આવેલી જમીનમાં વારસદાર આંબામાં તેનું અને પુત્ર ભૌતિકનું નામ છે. 2008માં તેના પતિ મનસુખભાઈના અવસાન બાદ તેના પુત્ર ભૌતિકની ઉંમર 18 વર્ષની થાય ત્યારે તેનું અને પુત્રનું નામ જમીનમાં ચડાવવાનું કુટુંબીજનોએ નક્કી કર્યું હતું.

જેના પગલે 2023માં તેનું અને પુત્રનું નામ ચડાવ્યું હતું. તેનો પુત્ર ભૌતિક ગઇ તા. 7 ઓગસ્ટનાં રોજ જમીનનાં 7/12, 8-અનાં દાખલા કઢાવવા જતાં ખાતેદાર તરીકે પ્રવિણ લાલજીભાઈ દડૈયા અને અમિત પ્રવિણભાઈ દડૈયાના નામ નીકળ્યા હતાં. આ બન્નેને તેઓ ઓળખતા નથી. હાલ ક્યાં રહે છે, તેની પણ ખબર નથી. એટલું જ નહીં તેના પુત્ર ભૌતિકે દસ્તાવેજની નકલ ઓનલાઇન કઢાવી હતી. જેમાં તેનું ખોટુ પાન કાર્ડ લગાવેલું હતું. જેમાં તેનું અને પુત્રનું નામ લખેલું હતું પરંતુ ફોટો તેમનો ન હતો, પાન કાર્ડ પણ તેમના ન હતાં.દસ્તાવેજમાં તેના અને પુત્રના ખોટા ફોટા લગાવેલા હતા.

એટલું જ નહીં સહીઓ પણ તેની કે પુત્રની ન હતી. દસ્તાવેજમાં જમીન લેનાર તરીકે પ્રવિણ અને અમિત દડૈયાનો નથી તથા સાક્ષી તરીકે વિપુલ પરસોત્તમ ચૌહાણ (રહે. ગોવિંદનગર, મોચીનગર)ના નામ હતાં. આ બધાને તેઓ ઓળખતા પણ નથી. આ દસ્તાવેજ રાજકોટ ગ્રામ્ય સબરજીસ્ટ્રાર કચેરી ખાતે ગઇ તા. 25-6-2024નાં રોજ રજીસ્ટર્ડ થયો હતો. આ મામલે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ નકલી દસ્તાવેજો બનાવનાર ભુમાફીયા ટોળકીની શોધખોળ શરૂ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement