ભરૂચના મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગી નેતા હીરા જોટવાની છાતીમાં દુખાવો
ભરૂૂચના રૂૂપિયા 7.49 કરોડના મનરેગા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ ગણાતા કોંગી નેતા હીરા જોટવાને પોલીસ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મેડિકલ માટે લઈને આવી હતી. તેઓ હૃદય રોગના દર્દી હોવાથી છાતીમાં દુખતું હોવાની ફરિયાદ કરતા અહીંયા લાવવામાં આવ્યા હતા.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોંગી નેતા હીરા જોટવાને લાવવાં આવ્યા હતા. તેઓ હૃદય રોગના દર્દી છે. ભરૂૂચ સિવિલ હોસ્પિટલમાં ECG મશીન નહિ હોવાથી વડોદરા મેડિકલ તપાસ માટે વડોદરા ખાતે લાવવામાં આવ્યા હતા.
ભરૂૂચમાં મનરેગા હેઠળ થયેલા કરોડો રૂૂપિયાના કૌભાંડમાં એક પછી એક મોટા માથાઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા હીરા જોટવા બાદ તેમના પુત્ર સહિત કુલ 4 આરોપીઓને શનિવારે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.ભરૂૂચ જિલ્લામાં મનરેગાની રાષ્ટ્રીય રોજગારી ગેરંટી યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતા એક પછી એક મોટા નામ બહાર આવી રહ્યા છે.
આ કેસમાં શુક્રવારે કોંગી ઉપપ્રમુખ હીરા જોટવા અને એક સરકારી કર્મીની ધરપકડ બાદ બીજા દિવસે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવા, જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાળી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને વચેટિયા શરમન સોલંકીને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા હતા.
ભરૂૂચ પોલીસે આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટએ તેમના 6 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ મનરેગા હેઠળ સરકારના કરોડો રૂૂપિયા પોતાના ખાતાઓમાં સેરવી લીધા છે. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ સાથે પોલીસ કાર્યવાહી આગળ ધપાવી રહી છે. વધુ આરોપીઓની ધરપકડની શક્યતા નકારાઈ રહી નથી.