આણંદમાં મોર્નિંગવોકમાં નીકળેલા કોંગ્રેસ નેતાની છરીના ઘા મારી નિર્મમ હત્યા
આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે. આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા. બાકરોલ તળાવના વોક-વે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમની સાથે ઇકબાલ મલેકનો ઝઘડો થયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો.
પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી ઇકબાલ મલેકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પોલીસે તપાસ શરૂૂ કરી છે. હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા છે.
હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલમાં આ ઘટનાને પગલે ઉુજઙ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને સ્થળની તપાસ કર્યા બાદ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂૂ કરી દેવામાં આવી છે.
નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલે જણાવ્યું કે, બાકરોલ ગામે હત્યાનો બનાવ બન્યો હોવાની જાણ થતા જ અમારી ટીમ ત્યા પહોંચી ગઈ હતી. ઈરફાન ઉસેન યુસુફમિયા અલ્લાહઉદિન મલિકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓના ભાઈ ઇકબાલ મલેક ઉર્ફે બાલા આજે સવારે વોકિંગ કરવા ગયા હતા, તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ અગમ્ય કારણોસર હથિયાર વડે ગળાના ભાગે અને અન્ય ભાગે ગંભીરઈજા પહોંચાડી હત્યા કરી છે. જે મામલે ગુનાની ગંભીરતા સમજી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂૂ કરાયો છે.