પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા વિરૂદ્ધ ફરિયાદ
વ્યાજે આપેલ પૈસા બાબતે ધમકાવતી હોવાની રાવ
જામનગર માં રહેતી એક મહિલા એ ઘર ની આર્થિક તંગ પરિસ્થિતિના કારણે અન્ય મહિલા પાસે થી વ્યાજે પૈસા લીધા હતા. જે પેટે મોટી રકમ ચૂકવી આપવી હોવા છતાં પણ વધુ પૈસા ની માગણી કરી જાન થી મારી નાખવા ની ધમકી આપવા અંગે વ્યાજખોર મહિલા સામે પોલીસ માં ફરિયાદ નોંધાવાઈ છે.
જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી નોકરી કરતા ક્રિશાબેન મનોજભાઈ ચૌહાણ ને પોતાની ઘર ની આર્થિત તંગ પરિસ્થિતના કારણે પૈસાની જરૂૂરિયાત થતાં શહેર ની આનંદ કોલોની માં રહેતી પૂજાબા ઝાલા પાસે કેટલીક રકમ વ્યાજે લીધી હતી. જે રકમ પેટે વ્યાજ સહિત અનેક ગણી રકમ ચૂકવી હોવા છતાં પણ તેણી પાસે વધુ પૈસાની માગણી કરવામાં આવતી હતી .અને આપવામાં આવેલા ચેક માં વધુ રકમ ભરી ને બેંક માં જમા કરાવી દેવાની ધમકી અપાતી હતી. તેમજ ફોન પર અને ઘરે આવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી. આ બનાવ અંગે ક્રિશાબેન ચૌહાણે વ્યાજખોર મહિલા પૂજાબા ઝાલા સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસ સબ ઈન્સ. બી.એલ. ઝાલા એ વધુ તપાસ હાથ ધરી છે.