રૂડા ટ્રાન્સપોર્ટનગરના વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે ફરિયાદ
રાજકોટના કુવાડવા રોડ પર રૂૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ટાઇલ્સનો વેપાર કરતા અને ઘાંચીવાડમાં રહેતા ઇમરાનભાઇ કરીમભાઇ શેખ(ઉ.વ.45)એ દુધની ડેરી પાસે રહેતા વ્યાજખોર સલીમ અકબાણી પાસેથી આઠ લાખ લીધા બાદ તેમણે ત્રણ લાખથી વધુ પૈસા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઇમરાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રૂૂડા ટ્રાન્સપોર્ટનગર સાત હનુમાન મંદીર પાસે લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ પાસે અક્ષર એન્ટરપ્રાઇઝ નામે ટાઇલ્સ નો વેપાર કરૂૂ છુ.મારા મિત્ર ઇમરાનભાઇ થકી સલીમભાઇ અકબાણી સાથે ત્રણેક વર્ષ પહેલા ઓળખાણ થયેલ હતી અને તેઓ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય તેઓની સાથે મારે સારો સબંધ બંધાયેલ અને આજથી એકાદ વર્ષ પહેલા મારે પૈસાની જરૂૂરીયાત ઉભી થતા મે આ સલીમભાઇને વાત કરતા તેઓએ મને કહેલ કે ત મારે મને પાંચ ટકા વ્યાજ આપવુ પડશે તેમ વાત કરતા મે હા પાડેલ અને આ સલીમભાઇ મારા ઘરે આવેલ અને મેં રૂૂ. 8 ,00,000/- ના મે મારી ઉપરોકત પેઢીના નામના એયુ સ્મોલ ફાયનાન્સ બેંકના સાત ચેક સીકયુરીટી પેટે આપેલ હતા.આ સલીમભાઇએ મને ચેક મારફતે રૂૂ. 8,00,000/- આપેલ હતા અને આ રકમનુ વ્યાજ હું દર મહીને રૂૂ. 40,000/રોકડા આપતો હતો.
મારી આર્થિક પરીસ્થીતી વધારે ખરાબ થઇ જતા છેલ્લા ચારેક માસથી આ સલીમભાઇને વ્યાજ આપી શકેલ નહી જેથી આ સલીમભાઇ અવાર નવાર મને ફોન કરી વ્યાજ આપી જા તેમ કહેતા હતા અને હુ તેઓને વ્યાજની રકમ આપી શકતો ન હોય જેથી આ સલીમભાઇ અવાર નવાર મારા ઘરે આવતા અને મારી પાસે પઠાણી ઉધરા ણી કરતા અને મારા પૈસા આપી દે નહી તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપતા હોય અને આ સલીમભાઇને જુન/2025મા ત્રણ લાખ પરત આપી દીધેલ છે અને બાકીના રૂૂપીયા હાલ સગવડ ન હોય આપી શકેલ ન હોય જેથી આ સલીમભાઇ મારી પાસે પૈસા કઢાવવા અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી એ ડિવિઝન પોલીસમાં તેમની સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ.આર.ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.