ભાણવડ પંથકમાં માઇનિંગ લીઝનો અનધિકૃત કબજો જમાવતા ફરિયાદ
ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા શખા અરજણ કોડીયાતર નામના આસામીને થોડા સમય પૂર્વે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ- ગાંધીનગરના હુકમથી ચોક્કસ સર્વે નંબરની કુલ 18-03-88 હેક્ટરની માઈનિંગ લીઝ 50 વર્ષ માટે આપવામાં આવી હતી. જે પૈકીના ચોક્કસ સર્વે નંબર વાળી 8-08-08 ચોરસ મીટર તેમજ અન્ય એક સર્વે નંબરની 78/1/2 હેક્ટર વારી જમીન તેમજ 9-96-32 હેક્ટર વાળી જમીન કંપનીને 50 વર્ષ માટે લાઈમ સ્ટોન માઈનિંગ કરવાના હેતુથી સરકાર દ્વારા મળી હતી.
જે જમીન પૈકીની કુલ 7247 ચોરસ મીટરના ક્ષેત્રફળવાળી જમીનમાં આરોપીએ દબાણ કરી અને જમીન પચાવી પાડી હતી. અહીં આરોપી દ્વારા વાડ અને મકાન બનાવી તેમજ ખેતી કામ કરીને વર્ષ 2017 થી આજ દિવસ સુધી કબજો જમાવી રાખતા આ સમગ્ર પ્રકરણ અંગે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતા કંપની અધિકારી મનીષકુમાર ચંદ્રપ્રકાશ ઉપાધ્યાય દ્વારા ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણ સંદર્ભે પોલીસે લેન્ડ ગ્રેબિંગની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વિદેશી દારૂ સાથે ઝડપાયો
ખંભાળિયામાં નવચેતન સ્કૂલની પાછળના વિસ્તારમાં રહેતા સંજય ઉદાભાઈ બાંભણિયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂૂની ચાર બોટલ સહિત કુલ રૂપિયા 36,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જરૂરી કાર્યવાહી કરી હતી.