સુરેન્દ્રનગરના યુવાન પાસેથી પૈસાની પઠાણી ઉઘરાણી કરનાર રાજકોટના બે વ્યાજખોર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ મથકે વ્યાજ વટાવમાં લીધેલા નાણાની સામે મારી નાંખવાની ધમકી આપી કોરા ચેક લખાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ મથકે રતનપર અવધેશ્વર સોસાયટીના દિપેશ રસીકલાલ પાટડીયાએ વ્યાજ વટાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ તેઓએ મિત્ર પ્રજ્ઞેશભાઇ ગોહિલ પાસેથી રૂૂ.2.25 લાખ લીધા હતા. જેમાં 80 પરત આપ્યા હતા. જ્યારે ભાવેશભાઇ માખલા પાસેથી 1.70 લાખ લીધા હતા તેમને 35 હજાર પરત આપેલ છે. બાકીની રકમ આપી ન શકતા બન્ને શખસો ફોન કરી ઘમકી આપતા હતા.
7-7-25ના રોજ ઘરે હતા તયારે 2 શખસ આવી અમારા બાકી રહેલા રૂૂપિયા આપી દે કહી ગાળો આપી અમાને આજ ને આજ નાણા નહીં આપ તો તને અને તારા પરિવારને મારી નાંખીશુ અને તારા ટુકડા કરી નાંખી તારા બધા નખ ખેંચી લઈશું તેમ કહી કોરા ચેક આવા પડશે કહી 2 કોરા ચેકમાં સહી લઇ લીધી હતી.
આ બનાવની રાજકોટના પ્રજ્ઞેશ કિશોરભાઇ ગોહિલ, રાજકોટના ભાવેશભાઇ માખેલા સામે જોરાનવરનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.